મજૂરનો દીકરો બન્યો IAS ઓફિસર! સપનું પૂરું કરવા ચા વેચી અને જીવનમાં અનેક દુઃખો સામનો કરી આ રીતે સફળતા મેળવી.
દરેક આઈ.એ.એસ ઓફીસરની પાછળ એક સંઘર્ષ રહેલ હોય છે, જેમણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાથી પસાર થઈને પણ પોતાના જીવનમાં સફળતા મેળવે છે. આજે આપણે એક એવા ઓફિસરની વાત કરીશું જેમણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને રેઓ આઈ.એ.એસ ઓફિસર બન્યા. આ વ્યક્તિ એટલે હિમાંશુ ગુપ્તા.
ઉતરાખંડનાં હિમાંશુ એ અભ્યાસ કરવા માટે તો 35.કીમી સુધી ચાલી ને જતા અને આખરે એમણે અથાગ પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે યુપીએસસી ની પરીક્ષા આપીને ઓફિસર બન્યા અને ખાસ વાત એ કે તેમના પિતા મજૂરી કામ કરતા અને તેમને ચાની લારી પણ હતી પરંતુ તેમને પોતાના દીકરાને અભ્યાસ કરાવવાનો દ્રઢ સંકલ્પ કરેલ.
હિમાંશુ એ પણ પિતા સાથે ચા વેચીને શાળાનો અભ્યાસ પૂરો કર્યો. જ્યારે હિમાંશુ સાથે અભ્યાસ કરતા મિત્રો ચાની લારી પાસેથી પસાર થતા તો હિમાંશુ શરમ નાં લીધે છુપાઈ જતો પણ લોકોને આખરે ખબર પડી તો તેને લોકો ચાવાળો કહેવા લાગ્યા પણ છતાં પણ તે પિતા સાથે કામ કરતો.રોજના 400 રૂ કમાઈને તેમના ઘરનું ગુજરાન ચાલતું હતું.
હિમાશુના સપના મોટા હતા. તેને શહેરમાં રહેવાનું અને અનેરા પરિવાર માટે સારું જીવન બનાવવાનું સપનું જોયેલું હતું જેથી તેના પપ્પા ઘણીવાર કહેતા કે, ‘સપના સાકાર કરવા હોય તો ભણજો!’ જેથી હિમાંશુ એ ખૂબ જ મહેનત કરીને અભ્યાસ પૂર્ણ કર્યો અને ખાસ વાત એ છે કે, હિમાંશુ તેના પરિવારનો પહેલો એવો વ્યક્તિ હતો જેને ગેજ્યુએશન પૂર્ણ કર્યું હોય. હિમાંશુને અંગ્રેજી નાં આવડતું છતાં તેને અંગ્રેજી મુવી જોઈને અંગ્રેજી શીખ્યું તેમજ પિતાના જુના મોબાઈલથી જરૂરી અભ્યાસ પણ કર્યો હતો ત્યારે આટલી સફળતા મેળવી.
હિંસાશું ને વિદેશ અભ્યાસ જવા માટે શિષ્યવૃત્તિ મળી પણ તેને અસ્વીકાર કર્યો અને આખરે તેને પોતાના માતા પિતા સાથે રહીને ને આઈ.એ.એસ ઓફિસર બનવાનું નક્કી કર્યું અને હિમાંશુ એ આ સપનું પૂરું કરવા ઘણી મહેનત કરી.હિમાંશુ ગુપ્તાએ કોઈપણ કોચિંગ વિના તેમના પ્રથમ UPSC પ્રયાસમાં સિવિલ સર્વિસ માટે ક્વોલિફાય કર્યું હતું પરંતુ તેમની પસંદગી માત્ર IRTS માટે થઈ હતી
IAS ઓફિસર બનવાનો તેમનો સંકલ્પ વધુ મજબૂત બન્યો, પછી તેણે બમણી મહેનત કરી અને 3 વખત વધુ પ્રયાસ કર્યો. તેણે પરીક્ષા પાસ કરી પરંતુ રેન્ક ન મેળવી શક્યો પરંતુ ચોથા પ્રયાસ બાદ 2019ની UPSC પરીક્ષામાં IAS ઓફિસર બન્યો