જો ગુજરાત ની દરેક શાળા ને આવા એક એક શિક્ષક મળી જાય તો બાળકો ને મોજ પડી જાય ! જુઓ વિડીઓ કેવુ જ્ઞાન સાથે ગમ્મત
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિકતા મહિલા બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા દ્વારા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે આ વિડીયો એ દરેક શિક્ષકો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે.
ખરેખર જો દરેક શિક્ષકો આ રીતે શિક્ષણ આપતા શરૂ થઈ જાય તો દરેક બાળકમાં જ્ઞાનનું સિંચન જલ્દીથી અને સરળતાથી થઈ શકે છે.’શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ આ કહેવત તો બધાએ સાંભળી હશે પણ સાબરકાંઠાના (Sabarkantha) ઇડર પ્રાથમિક શાળાના એક શિક્ષક જ્ઞાન સાથે ગમ્મત આપવાનું કામ કરી રહ્યાં છે.
આ વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકશો કે કઈ રીતે એક શિક્ષક ડાન્સ (Dance) કરતા કરતા બાળકને કવિતા યાદ કરાવી રહ્યાં છે. અજમાં સમયમાં ઘણા બાળકો શિક્ષણથી ડરતા હોય છે.ઘણા એવા પણ બાળકો હોય છે, જેમને ભણવાથી સતત કંટાળો આવતો હોય છે. આવા બાળકોને જો રમત-ગમ્મતની સાથે સરળતાથી શીખવવામાં આવે તો બાળકને કંટાળો નથી આવતો અને તેને ભણવાની પણ વધારે ઈચ્છા થાય છે.
આ વીડિયો 1.5 મિલિયનથી વધારે લોકોએ જોયો છે અને લાખો લોકોએ આ વીડિયોને શેર કર્યો છે તેમજ હજારો લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયાઓ આપી છે. મંત્રી શ્રી ભાનુબેને (bhanuben) પણ આ શિક્ષકના વખાણ કર્યા છે અને આ વીડિયો શેર પણ કર્યો છે, જેથી કરીને ગામડાની શાળાઓમાં બાળકોએ જો આ રીતે પણ શિક્ષણ આપવામાં આવે તો એવું બાળકો જરૂરથી ભણવા આવશે જેને શાળા એ આવવું પણ નથી ગમતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.