જો તમે પણ શેરબજાર મા રોકાણ કરવાનું વિચારતા હોય તો જાણી નો આ ખુશ ખબર ! હવે શેર વેચ્યા પછી મીનીટો મા જ રુપીઆ
જો તમે પણ શેરબજાર મા રોકાણ કરવાનું વિચારતા હોય તો જાણી નો આ ખુશ ખબર ! હવે શેર વેચ્યા પછી મીનીટો મા જ રુપીયા જમા થઇ જશે. ચાલો અમે આપને વિગતવાર જાણીએ. આઈ.એમ ગુજરાતના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે હવે શેર વેચ્યા પછી તાત્કાલિક જ હવે તમારા એકાઉન્ટમાં રૂપિયા જમા થઈ જાય તેવી શક્યતા છે. તમે શેર ખરીદશો તો તે દિવસે જ તે શેર તમારા ડિમેટ એકાઉન્ટમાં પણ આવી જશે.
માર્કેટ રેગ્યુલેટર સેબી એક મિકેનિઝમ પર કામ કરી રહ્યું છે. આ સિસ્ટમને T+0 તરીકે ઓળખવામાં આવશે.સેબીના ચેરમેન માધવી પૂરી બૂચે ભારત એ પ્રથમ દેશ છે જેણે તમામ સ્ક્રીપ માટે T+1 સેટલમેન્ટ સિસ્ટમ અપનાવી હતી. તેનાથી રોકાણકારો મમાટે માર્જિન મની તરીકે 10,000 કરોડ રૂપિયા ફ્રી થયા હતા.
હવે ટેક્નોલોજીની મદદથી આઈપીઓની પ્રોસેસ ઝડપી થઈ છે. હાલમાં સેબી સમક્ષ લગભગ 175 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના કામ પેન્ડિંગ પડ્યા હતા. હવે તેની સંખ્યા ઘટીને માત્ર 6 થઈ ગઈ છે. તેથી બહુ ઓછા સમયમાં માર્કેટનું કામકાજ થઈ રહ્યું છે. ઈન્વેસ્ટર સમુદાયને વર્ષમાં લગભગ 3500 કરોડની બચત થાય છે.
સૂત્રો મુજબ ફિક્સ્ડ પ્રાઈસ પર શેરને ડિલિસ્ટિંગ કરવાની સુવિધા પણ આપી શકે છે. હાલમાં જે ભારતમાં સિસ્ટમ ચાલે છે તેના કરતા અલગ હશે. હાલમાં રિવર્સ બૂક બિલ્ડિંગનું મિકેનિઝમ ચાલે છે. અત્યારની સિસ્ટમમાં ડિલિસ્ટિંગ ઓફર વખતે શેરહોલ્ડરોને એક એવી પ્રાઈસ પર બિડ કરવા દેવાય છે જે ભાવે તેઓ શેર વેચવા માંગતા હોય. આ વિશે સેબી એક ડિસ્કશન પેપર બહાર પાડે તેવી શક્યતા છે. હાલમાં તો શેર બજારમાં રોકાણ કરનાર લોકો માટે ફાયદાકારક છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.