માલિક હોય તો ત્યાગરાજ જેવા હો!! પોતાની 6200 કરોડોની સંપતિને એવા લોકોને દાન કરી દીધી કે જાણી તમે વખાણ કરી થાકશો…
બે હાથ કોઈની મદદ માટે કે કોઈને કંઈ આપવા માટે ફેલાય તે બહુ મોટી વાત છે. આજે અમે આપને એક એવા ધનવાન વ્યક્તિ વિષે જણાવીશું કે જેમણે પોતાની 6000 કરોડની સંપત્તિ દાનમાં આપી દીધી અને પોતાના માટે માત્ર એક નાનું એવું ઘર અને માત્ર એક કાર રાખી છે. ખરેખર કોઈને દાનમાં આપવું એ મોટી વાત છે કારણ કે આજના સમયમાં 100 કે 500 રૂપિયા દેવામાં પણ માણસો અનેકવાર વિચારે છે.
ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ વ્યક્તિ કોણ છે? 6000 કરોડની સંપત્તિ આપનાર વ્યક્તિ શ્રીરામ ગ્રૂપના સ્થાપક ત્યાગરાજ છે, તમને જાણીને નવાઈ લાગશે કે, 86 વર્ષીય ત્યાગરાજે શ્રીરામ કંપનીઓમાં આખો હિસ્સો પોતાના કર્મચારીઓના જૂથને આપી દીધો છે. વર્ષ 2006માં શરૂ કરાયેલ શ્રીરામ ઓનરશિપ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.
કાયમી ટ્રસ્ટમાં લાભાર્થી તરીકે જૂથના 44 અધિકારીઓ છે. જ્યારે તે નિવૃત્ત થશે ત્યારે તે પોતાની સાથે 136 કરોડ રૂપિયા જ લેશે, તમને જણાવી દઈએ કે શ્રીરામ ફાઇનાન્સ એ ભારતની અગ્રણી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની (NBFC) પૈકીની એક છે જે પર્સનલ લોન, બિઝનેસ લોન, વ્હીકલ લોન સહિતની લોનની વિશાળ શ્રેણી ઓફર કરે છે. આ સાથે કંપની વીમો પણ આપે છે. રિપોર્ટ અનુસાર હાલમાં આ ગ્રુપમાં 1 લાખ 8 હજાર કર્મચારીઓ છે.
સૌથી ખાસ વાત એ છે કે, ત્યાગરાજાએ પરિવારને મેનેજમેન્ટ કે માલિકીમાં સ્થાન આપ્યું નથી. મોટો દીકરો ટી. શિવરામન એન્જિનિયર છે, નાનો દીકરો ટી. વિજય CA છે અને શ્રીરામ ગ્રુપમાં કામ કરે છે. શ્રીરામ ફાઇનાન્સે નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 25.13% નો વધારો કરીને 1675 કરોડનો નફો કર્યો છે. એક વર્ષ પહેલા Q1FY23માં કંપનીનો નફો રૂ. 1338.95 કરોડ હતો.
આ સાથે, કંપનીની ચોખ્ખી વ્યાજ આવક (NII) જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 11.31% વધીને રૂ. 4435.27 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 3,984.44 કરોડ હતી.શ્રીરામ ગ્રુપની સ્થાપના 5મી એપ્રિલ 1974ના રોજ આર. થિયાગરાજન, એવીએસ રાજા અને ટી. જયરામન. ગ્રૂપની શરૂઆત ચિટ ફંડ બિઝનેસથી થઈ હતી અને બાદમાં ગ્રૂપે લોન અને ઈન્સ્યોરન્સ બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. ખરેખર ત્યાગરાજે જે નિર્ણય કર્યો એ ખુબ જ સરહાનીય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.