Gujarat

જો તમે ડાકોર બાજુ ફરવા જાવ તો આ સ્થળોની મુલાકાત લેવાનું નહિ ભૂલતા, જોઈ લો આ સ્પેશિયલ લીસ્ટ…

ડાકોર દર્શનાર્થે જાઓ ત્યારે ડાકોરની આસપાસ આવેલા સ્થળોની જરૂરથી મુલાકાત લેજો, કારણ આ સ્થળો ખૂબ જ આનંદ દાયક છે અને તમારા પ્રવાસને યાદગાર બનશે.
ડાકોર પુરાતનકાળમાં ડંકઋષિએ તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા, ત્યાંઆ ગોમતી તટ પર આવેલ ડંકનાથ મહાદેવનું મંદિર અને ડંકઋષિજન નામ પરથી વસેલું નગર તે ડંકપુર, એટલે આજનું ડાકોર.

ડંકનાથ મહાદેવ, પાદુકાજી, ગંગાબાઈની તુલા, શ્રી લક્ષ્મીરજીનું મંદિર, શારદામઠ, રાધાકુંડ, મંગલ સેવાધામ, ગોમતીધાટ અને નૌકાવિહાર જેવા પર્યટક સ્થનળો ડાકોરમાં આવેલા છે.

ગળતેશ્વર : ગુજરાતના ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્‍થળોમાંના ખેડા જિલ્‍લાના ઠાસરા તાલુકાનું ગળતેશ્વરનું પણ ખુબ મહત્‍વ છે, ગળતેશ્વર મહાદેવ મંદિરનું અનેક વખત અધુરા રહેલા શિખરને પૂર્ણ કરવાના અથાક પ્રયત્‍નો થયા હોવા છતાં હાલ આ મંદિર શિખર વગરનું જોવા મળે છે.

સંતરામ મંદિર નડીઆદ : મૂળ સંતરામ મહારાજ અવધૂત શ્રેણીના મહાન સંત હતા, જેઓ ૧૫ વર્ષ સુધી લોકોના આધ્યાત્મિક ઉપાય માટે જીવ્યા હતા અને સંવત ૧૮૮૭ના મહિનાના પૂરા ચંદ્ર દિવસ પર જિવત-સમાધિ લીધી હતી.

કુંડવાવ, કપડવંજ : સિદ્ધરાજ જયસિંહ જયારે ખેડા જિલ્‍લામાં આવ્‍યો ત્‍યારે કપડવંજમાં લશ્‍કરને સહીસલામત રહેવા માટે અનુકૂળતા દેખાઈ. રમ્‍ય વનરાજીથી ભરપૂર આ પ્રદેશ હતો. એમ કહેવાય છે કે, સિદ્ધરાજના સોમદત પંડિતને રકતપત્‍તિનો રોગ હતો. જયાં કુંડવાવ છે ત્‍યાં અગાઉ એક પાણીનું ખાબોચિયું હતું. તેમાં તે લપસી પડયા અને તેનો રોગ મટી ગયો.

ગરમ પાણીના કુંડ, કઠલાલ : ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકાના લસુન્દ્ધા ગામમાં આવેલા ગરમ પાણીના કુંડ વિશિષ્ટિ પ્રકારના છે.ગામને પાદરે સોમનાથ મહાદેવનું ભવ્યલ મંદિર છે.

પ્રાકૃતિક સૌદર્યનું સ્‍વર્ગ, પરીએજ : પરીએજમાં મોટું તળાવ, નાનું તળાવ અને રાતડેશ્વર તળાવ આવેલાં છે. ખંભાતના અખાતની નજીકમાં, પરીએજ જળપ્લાવિત વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યાામાં પક્ષીઓ જોવા મળે છે.

તીર્થરાજશ્રી સ્‍વામીનારાયણ મંદિર, વડતાલ : સંવત-૧૮૭૮ માં ચૈત્ર સુદમાં સહજાનંદ સ્‍વામીએ સ્‍વહસ્‍તે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યુ અને સંવત ૧૮૮૧ ના કાર્તિક માસમાં બાંધકામ પૂર્ણ થયું. સહજાનંદ સ્‍વામી પોતે ૩૭ ઈંટો સ્‍વમસ્‍તક પર ઉપાડી લાવેલાપ તેમાંથી 3પ ઈંટો લક્ષમીનારાયણની મૂર્તિ નીચેની બેઠક (પડધી) માં ચણી છે. આજે આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!