કચ્છ જાવ તો આ ગામ એ ફરવા જરૂરથી જજો! એટલું સુંદર અને સુવિધા વાળું છે કે તમને ઘરે જવાનું મન નહી થાય….જુઓ તસવીરો
ગુજરાત ભારતનું હદય છે અને આજે ગુજરાત વિશ્વ ફ્લકે પોતાના પ્રવાસન સ્થળોમાં લીધે ધબકી રહ્યું છે. આજ રોજ 75માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાતના ટેબલોમાં જે ધોરડા ગામને પ્રદર્શિત કરવામાં આવેલું એ ગામ ગુજરાતનું સૌથી સુંદર અને પ્રવાસન માટે ખૂબ જ લોકપ્રિય છે. તેમજ સૌથી ખાસ વાત એ છે કે, ધોરડો ગામને વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા 54 શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ચાલો અમે આપને આ ગામની ખાસ વિશેષતાઓ અને આ ગામની મુલાકાત શા માટે લેવી જોઈએ તે જણાવીએ.
સાચું કહું તો ધોરડોએ ગુજરાતનું રણમાં ખીલેલું ગુલાબ છે. ધોરડો આજે વિશ્વ ફલકે લોકપ્રિય બન્યું છે જેનો શ્રેય ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીજીને ફાળે જાય છે. ચાલો અમે આપને આ ધોરડો વિશે જણાવીએ. ધોરડો ગામ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું એક ગામ છે. રણોત્સવ માટે પ્રખ્યાત આ ગામ ભારત અને વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. જો તમે પણ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો એકવાર ધોરડો ની મુલાકાત અચૂક લેજો.
ધોરડો નું આકર્ષણ શું છે અને શા માટે તેની મુલાકાત લેવી જોઈએ તેના વિશે અમે આપને જણાવીએ. સૌથી ખાસ વાત એ છે કે ધોરડો ગામ સફેદ રણની મધ્યમાં આવેલું છે. રણની અનન્ય સુંદરતા અને શાંતિ પ્રવાસીઓને ખૂબ જ ગમે છે. દેર વર્ષે યોજાતો રણોત્સવ ધોરડોનું મુખ્ય આકર્ષણ છે. આ ઉત્સવમાં કચ્છની સંસ્કૃતિ, કારીગરી અને ખાણીપીણીનો અનોખો અનુભવ મળે છે. આ રણોત્સવને માણવા માટે દેશ વિદેશના લોકો આવે છે.તેમજ સૌથી ખાસ વાત એ છે કે, ધોરડો ગામ તેની કચ્છી ભરતકામ અને અરીસાકામ માટે પ્રખ્યાત છે. પ્રવાસીઓ અહીંથી આ કારીગરીના ઉત્પાદનો ખરીદી શકે છે.
ધોરડો ગામમાં પરંપરાગત ભુંગાઓમાં રહેવાનો અનુભવ પ્રવાસીઓને ખૂબ જ ગમે છે. આ ભુંગાઓ રણના વાતાવરણ માટે ખાસ બનાવવામાં આવે છે. માત્ર હરવું ફરવું જ નહી પણ પ્રવાસીઓ રણમાં ઊંટ અને જીપ સફારીનો આનંદ માણી શકે છે તેમજ ધોરડો ગામમાં કચ્છી ભોજનનો સ્વાદ ચાખવાનો અનુભવ અદ્ભુત છે.
ધોરડો ગામમાં પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ છે.
ધોરડો ગામ તેના અનન્ય આકર્ષણ અને સુવિધાઓને કારણે પ્રવાસન માટે ખૂબ જ લોકપ્રિય છે. રણોત્સવ દરમિયાન ગામમાં ભારે ભીડ ઉમટે છે. ધોરડો ગામ ગુજરાતનું એક અનોખું અને આકર્ષક ગામ છે. રણ, રણોત્સવ, કારીગરી અને સુવિધાઓને કારણે ધોરડો ગામ પ્રવાસન માટે ખૂબ જ લોકપ્રિય છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન રહે તે માટે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.