Gujarat

“હંસાબેન ભરતભાઈ પરમાર ” વાળો વિડીયો બનાવો તો ચેતિ જજો!! ખુદ હંસાબેને આપી આ ચેતવણી.. જુઓ શું કહ્યું

સોશિયલ મીડિયા પર માટે એક જ નામ ચર્ચામાં છે. ” હંસાબેન ભરતભાઈ પરમાર ” આ નામ ત્યારે ચર્ચામાં આવ્યું હતું, જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાયેલ. આ ચૂંટણીમાં પ્રચાર દરમિયાન આપ પાર્ટીએ એક રોડ શો આયોજિત કર્યો હતો.

દિલ્હીના મુખ્ય મંત્રી શ્રી અરવિંદભાઈ કેજરીવાલના આ રોડ શો દરમિયાન રાજકોટની મહિલાઓ પણ શામેલ થયેલ. આ દરમિયાન તેમનું મીડિયા દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવેલ. જેમાં હંસા બેને પોતાનું નામ જણાવેલ અને તેમણે કે ઇન્ટરવ્યૂ આપ્યો હતો તે ખૂબ જ વાયરલ થયો અને ખાસ કરીને હંસા બેન જે રીતે પોતાનું નામ બોલ્યું તે લોકોને ખૂબ જ પસંદ આવ્યું.

હાલમાં સોશિયલ મીડિયામાં અનેક લોકો તે વિડીયો ક્લિપ નો ઉપયોગ કરીને હંસા બહેનના વિડીયો બનાવે છે, ત્યારે હાલમાં જ ખોટી રીતે વિડીયો બનાવનાર માટે હંસા બેને એક ચેતવણી આપી છે. જો તમે પણ ખોટી રીતે વિડીયો બનાવતાં હોય તો ચેતી જજો.

હાલમાં હંસા બહેન સોશિયલ મીડિયા સમક્ષ આવ્યા છે અને તેમણે સૌને વિનતી કરતા કહ્યું છે કે, મહેરબાની કરીને કોઈ મારા ખોટા વિડીયો ના બનાવે , ખોટા વિડીયો બનાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જેથી હાલમાં દરેક યુઝર્સ માટે આ એક ખાસ સમાચાર છે. સૌથી ખાસ વાત એ કે હંસાબેન હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા છે અને તેને યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે તેમજ તેઓ હવે વિડીયો બનાવવાનું શરૂ કરશે.

જેથી સોશિયલ મીડિયા યુઝર્સને હંસાબેન વિડીયો રોજ જોવા મળશે અને તેમની બોલી સાંભળવા મળશે. આપણે જાણીએ છે કે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાંથી દરેક લોકોની જિંદગી બદલાઈ શકે છે. એક વિડીયો ક્લિપ ના કારણે આજે હંસાબેન વિશ્વ ભરમાં ફેમસ થઈ ગયા.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!