જો ચોમાસા મા ધોધ ની મજા માણવી હોય તો ગુજરાત મા આવેલી આ ખાસ જગ્યા ની મુલાકાત જરૂર લેજો ! જાણો ક્યા અને અમદાવાદ થી…
ગુજરાતમાં હાલમાં ચોમાસુ (Monsoon) શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આજે અમે આપને ગુજરાતમાં આવેલ એક એવી જગ્યાની વાત કરીશું જે સ્વર્ગથી પણ સોહામણું છે. તમે અત્યાર સુધી આ જગ્યામાં ક્યારેય પણ પગ નહીં મૂક્યો હોય. ખરેખર આ જગ્યા તમને એક એવી અનુભૂતિ કરાવશે જાણે તમે સ્વર્ગના ખોળામાં આવ્યા છો શાંતિદાયક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જગ્યા ક્યાં આવેલી છે તે અમે આપને આ બ્લોગમાં જણાવીશું.
આ જગ્યા ક્યાં આવેલી છે તે અમે આપને વિગતવાર જણાવીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ જગ્યા અમદાવાદ-નરોડાથી લગભગ ૨૦ કીમી દુર દહેગામ આવેલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દહેગામને પ્રવાસન સ્થળ (Tourist place )તરીકે વિકસિત થઈ શકે છે .
દહેગામમાં વોટરફોલ (Dehgamwaterfall) આવેલ છે, જ્યાં તમે પ્રાકૃત્તિક સૌંદર્યની મજા માણી શકો છો. આ જગ્યા ફોટોગ્રાફી માટે પણ આ સ્થળ પ્રખ્યાત છે. સાથે જ અહીં પ્રવાસીઓ માટે કેમલ રાઇડ પણ ઉપલબ્ધ છે. ખરેખર આ જગ્યા ખૂબ જ આનંદદાયક છે અને વનડે પીકનીક માટે આ સ્થાન ખૂબ જ ફેમસ છે.
દહેગામ પોતે ૬૦૦ વર્ષ જુનો ઇતિહાસ સંઘરાયેલ છે, પ્રાકૃતિક સૌંદર્યનો નજારો જોવાની સાથે પર્યટકો ધોધ નીચે ન્હાવાનો લ્હાવો પણ માણતા હોય છે. આમ પણ કહેવાય છે ને કે ચોમાસું શરૂ થતાં જ પ્રકૃતિની સૌંદર્યતા (Nature) સોળે કળાએ ખીલી ઉઠે છે. ખરેખર આ કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવો એ ખૂબ જ સુંદર અને મનમોહક પળ છે.