નસીબ હોય તો આવા!! યુવકને લાગી આટલા લાખોની લોટરી પણ થયું એવુ કે પોલીસ સુરક્ષાની જરૂર પડી ગઈ… જાણો પૂરો મામલો
ભગવાન જયારે આપે છે, ત્યારે અપાર આપે છે અને તેની આપણે કલ્પના પણ ન કરી હોય. હાલમાં જ લોટરીની અનેક ઘટનાઓ સામે આવી છે. આપણે જાણીએ છે કે અનેક લોકો લોટરી ખરીદીને પોતાની કિસ્મત અપનાવતા હોય છે. હાલમાં જ પશ્ચિમ બંગાળના યુવકે કેરળ સરકારની 75 લાખ રૂપિયાની સ્ત્રી શક્તિ લોટરી જીતી હતી.
પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, લોટરી જીતનાર વ્યક્તિ એસકે બાદેશ મંગળવારે મોડી રાત્રે કેરળના મુવાટ્ટુપુઝા પોલીસ સ્ટેશને પહોંચ્યો અને સુરક્ષાની માંગ કરવા લાગ્યો. બાદેશ કહે છે કે તે બે કારણોસર પોલીસ સ્ટેશન ગયો હતો. પહેલું કારણ એ હતું કે તેને ઔપચારિકતાની ખબર નહોતી. તેને ખબર ન હતી કે લોટરી જીત્યા પછી તેને ઈનામની રકમ કેવી રીતે મળશે. બીજું, તેને ડર હતો કે કોઈ તેની પાસેથી ટિકિટ છીનવી લેશે. જેના કારણે તે પોલીસ સ્ટેશનમાં સુરક્ષા માંગવા ગયો હતો.
જ્યારે તે મુવાટ્ટુપુઝા પોલીસ પાસે ગયો ત્યારે પોલીસે તેને લોટરી જીત્યા બાદ કરવાની તમામ ઔપચારિકતા સમજાવી. આ સાથે તેમણે સંપૂર્ણ સુરક્ષા આપવાનું વચન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે બદેશે આ પહેલા પણ લોટરીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું પરંતુ તેને કોઈ સફળતા મળી ન હતી. આ વખતે પણ તેને લોટરી જીતવાની ખાસ આશા નહોતી
તમને જણાવી દઈએ કે એસકે બાદેશને કેરળ આવ્યાને હજુ ઘણા વર્ષો થયા નથી અને તેઓ મલયાલમ ભાષા પણ બરાબર બોલી અને સમજી શકતા નથી. તેણે લોટરીનું પરિણામ જાણવા માટે તેના મિત્ર કુમારને પણ ફોન કર્યો હતો. તે કેરળના એર્નાકુલમના ચોટ્ટાનિકારામાં રોડ બનાવવાનું કામ કરતો હતો.બાદેશે જણાવ્યું કે પૈસા મળ્યા બાદ તે પશ્ચિમ બંગાળમાં પોતાના ઘરે પરત ફરવા માંગે છે. તે કહે છે કે કેરળમાં તેને જે નસીબ મળ્યું છે તેનાથી તે માત્ર તેના ઘરનું નવીનીકરણ જ નહીં પરંતુ તેની ખેતીની પ્રવૃત્તિઓને પણ વિસ્તારશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.