ઈમાનદારીનો એટલો સુંદર કિસ્સો કે જાણી તમે વાહ વાહ જ કરવા લાગશો ! મુસાફર એસટીમાં પોતાનું બેગ ભૂલી ગયો તો કંડકટરે કર્યું આવું સુંદર કામ…
ઈમાનદારી એક એવી વસ્તુ છે જે વર્તમાન સમયમાં દરેક લોકોમાં જોવા મળતી હોતી નથી, ઘણા એવા ઓછા લોકો હોય છે જે કોઈ પૈસાના લાલચ કે બીજા કોઈ પણ લાલચમાં આવ્યા વગર પોતાની ઇમાનદારનું પ્રદર્શન કરતા હોય છે,એવામાં હાલના સમયમાં અનેક એવા ઇમાનદારીના કિસ્સાઓ સામે આવતા જ રહેતા હોય છે જેના વિશે જાણીને આપણને પણ સલામ જ કરવાનું મન થતું હોય છે.ક્યારેક કોઈ વ્યક્તિ પૈસા ભરેલ બેગ તેના મૂળ માલિકને પરત કરતો હોય છે તો અમુક વખત કોઈ વ્યક્તિ કોઈ ખાસ કિંમતી વસ્તુને મૂળ માલિક સુધી પોહચાડી દેતો હોય છે.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક આવો જ ઇમાનદારીનો કિસ્સો લઈને આવ્યા છીએ જે એસટી બસના કન્ડક્ટરોએ પોતાની ઇમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, આ કિસ્સા વિશે જાણીને તમે પણ આ કંડકટરના વખાણ કરીને થાકી જશો, તમને જણાવી દઈએ કે ઈમાનદારીનો આ લિસ્સો રાજકોટથી જામનગર જતી બસ નંબર 8725 માંથી સામે આવ્યો હતો જ્યા એક મુસાફર પોતાની બેગ બસમાં જ ભૂલી ગયો હતો.
જે બાદ કંડકટર કમ બસચાલક કરશનભાઇ સોંદરવાનને આ થેલો મળી આવતા તેઓએ ત્રાફીક કંટ્રોલ રૂમમાં ફરજ બજાવી રહેલા નવીનભાઈ હરવડાને જમા કરાવ્યો હતો જે બાદ ઠેલાની ખરાઈ કરતા આ બેગણા મૂળ માલિકનું નામ સામે આવ્યું હતું જે બાદ આ બેગણા મૂળ માલિકને ફોન કરીને તેમના આ ખોવાયેલા બેગ વિશે જાણ કરવામાં આવી હતી અને એસટી ડેપોએ જ તેમને બોલાવીને બેગ સોંપી દેવામાં આવ્યું હતું.
બેગણા મૂળ માલિકે પોતાનું ખોવાયેલું બેગ પરત મળી આવતા તેઓએ બસના કંડકટર તથા બસ ચાલકો આભાર વ્યક્ત કર્યો હતો કારણ કે આ બેગની અંદર ઘણા બધા જરૂરી ડોક્યુમેન્ટસ હતા, આ ડોક્યુમેન્ટમાં જ આ બેગના માલિકનો પણ નંબર હતો જેના પર કોલ ડાયલ કરીને તેને બસ ડેપોએ બોલાવીને તેમને તેમની અમાનત પરત કરવામાં આવી હતી. ગુજરાતના એસટી વિભાગના કર્મચારીઓની આવી વફાદારીના સૌ કોઈએ વખાણ કર્યા હતા.