અમદાવાદમાં ભત્રીજાએ જ પોતાના સગા કાકાને તલવારના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું!! આ કારણે થયેલ વિવાદ ગુનાહિત કાર્યમાં પરિવર્તન….
ગુજરાતમાં હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ અમદાવાદમાં એક ભત્રીજાએ પોતાના કાકાની હત્યા કરી નાખતા ચકચાર મચી ગયો છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો નિકોલ ગામમાં બળિયાદેવના ટેકરા પર રહેતા વજેસિંહ ઠાકોર અને તેમના ભત્રીજા વચ્ચે મિલકતને બાબતે ડખો ચાલી રહ્યો હતો. મિલકતના કારણે સંબંધ ભૂલીને ભત્રીજાએ ન કરવાનું કર્યું.
મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, મિલકતાના ભાડા ઉઘરાણીના ઝઘડામાં કાકાભત્રીજા ભારે બોલાચાલી થઈ અને આ દરમિયાન જ ભત્રીજાએ કાકા પર તલવારના ઘા ઝીંક્યા.ભત્રીજો ત્યાંથી ફરાર થઈ ગયો.આ બનાવ બાદ તાત્કાલિક જ વજેસિંહને હોસ્પિટલમાં દાખલ કરેલ પરંતુ સારવાર મળે એ પહેલા જ મોત નીપજ્યું.
આ બનાવમાં જાણવા મળ્યું હતું કે, મૃતક વજેસિંહના ચાર ભાઈ છે. જેમા ભત્રીજા નરેન્દ્રના પિતા મૃત્યુ પામ્યા છે. મિલકતની સંપૂર્ણ જવાબદારી વજેસિંહના હાથમાં હતી. આ કારણે કાકા ભત્રીજા વચ્ચે મિલકતના ભાડા બાબતે તકરાર ચાલતી હતી. આરોપી નરેન્દ્રએ પોતાના જ કાકાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. નરેન્દ્ર ફરાર થઇ જતા નિકોલ પોલીસે તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી. ખરેખર આ બનાવ ખુબ જ ચોંકાવનારો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.