અમેરિકા મા એક બે નહી 30 યુવાનો એ સન્યાસ લઈ લીધો ! સર્જાયા એવા ભાવુક દૃશ્યો કે… જુઓ તસ્વીરો
હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના યુવાનોએ અમેરિકામાં સન્યાસ લઈ લીધો ! સર્જાયા એવા ભાવુક દૃશ્યો કે જોઈને તમારું હદય પણ ભાવુક થઈ જશે. ખરેખર આ ઘડી ખૂબ જ પાવન હતી. સૌથી ખાસ વાત એ કે માત્ર એક કે બે યુવાનો નહિ પરંતુ એકી સાથે 30 યુવાનોએ દીક્ષા લીધી. ચાલો આ દિવ્ય પ્રસંગ વિશે વિગતવાર જણાવીએ.
હાલમાં જ અક્ષરધામ રોબિન્સવિલે, ન્યૂજર્સીની પાવન ભૂમિમાં તારીખ 2 ઓક્ટોબર, 2023 ના રોજ, એક અભૂતપૂર્વ અને હૃદયસ્પર્શી દિક્ષાદિન સમારોહ યોજાયેલ અને આ અતિ દિવ્ય અને ભવ્ય સમારોહમાં યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને ભારતમાં જન્મેલા અને ઉછરેલા 30 સુશિક્ષિત યુવાનોએ સંસારનો મોહ છોડીને પોતાનું જીવન ભક્તિ અને ભગવાનને સમર્પિત કર્યું છે.
આ નવયુવાનોમાં થી ઘણા એવા યુવાનો છે કે જેઓ તેમના માતાપિતાના એકમાત્ર સંતાન છે, જે દર્શાવે છે કે તેમના માતા પિતાએ સમાજ કલ્યાણ અને લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પોતાના વ્હાલસોયા પુત્રોને રાજીખુશી સાથે દિક્ષા લેવાની પરવાનગી આપી છે.
એક દિવ્ય સમારોહ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની હાજરીમાં યોજાયેલ અને તેમણે યુવાનોને વૈદિક દીક્ષા મંત્રો આપવામાં આવ્યા હતા. નવદિક્ષિત યુવાનોને મહંત સ્વામી મહારાજે અંતઃકરણ પૂર્વક આશીર્વાદ આપ્યા કે “તમારા મનમાં ભગવાન અને સમાજની સેવા કરવાનું પૂર્વનિર્ધારિત હતું, નહીં તો આજે તમે અહીં બેઠા ન હોત.
અહીંથી ઘણું કામ કરવાનું બાકી છે. તમારી સેવા દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાના આ આધ્યાત્મિક માર્ગ પર તમે સફળ થાઓ એવા આશીર્વાદ છે.આ સુશિક્ષિત નવયુવાનો અક્ષરધામના ઉપદેશોને તેમની નવી આધ્યાત્મિક સફરમાં ચરિતાર્થ કરવાની પ્રેરણા સાથે લઈ જાય છે, તેઓ આ પવિત્ર સ્થાનમાં રહેલા નિઃસ્વાર્થ પ્રેમ અને એકતાના સાર્વત્રિક સંદેશાઓના તેજસ્વી ઉદાહરણ તરીકે સેવાકાર્ય બજાવશે.” ખરેખર આ પ્રસંગ ખૂબ જ દિવ્ય હતો જેની તસવીરો જોઈને તમારા હદયમાં દિવ્યતા અનુભવાશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.