મહેસાણામાં લાખો નહીં પણ ગઠીયાએ લગાવ્યો કરોડોનો ચૂનો! ઓનલાઈન ગાડી લેવાનું કહી આવી રીતે ઉતાર્યા બાટલીમાં…
હાલમાં જ્યાં જુઓ ત્યાં ઓનલાઇન ફ્રોડના બનાવો ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે. હાલમાં જ ઓનલાઈન વેબસાઈટ પર શખસે ગાડીઓ લે-વેચનો ધંધો શરૂ કર્યો હતો. મહેસાણાનો આ ઠગ ઓનલાઈન સાઈટ પરથી લોકોને પોતાની ગાડી ખરીદવા આકર્ષિત કરતો હતો.
માર્કેટ કરતા સાવ સસ્તી પ્રાઈઝ ટેગ રાખી તે લોકોને કહેતો કે મારે રૂપિયાની જરૂર છે તેથી હું તમને મારી આ લક્ઝૂરિયસ ગાડી ઓછી કિંમતે વેચી રહ્યો છું કહીને લોકો પાસેથી પૈસા પડાવી લેતો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે ગઠિયા બાદ પહેલેથી ગુન્હાહિત પ્રવુતિ ધરાવે છે તેમજ વિગતો પ્રમાણે તેની પત્ની સરકારી શાળામાં શિક્ષક છે અને સાળો પણ સારી એવી પોઝિશન ધરાવે છે.
આરોપીએ ઓનલાઈન વેબસાઈટ પર પોતાની ગાડીના બદલામાં મોરબી, ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ, પોરબંદર, કચ્છ, સુરત સહિતના વિસ્તારથી લોકોને ખરીદવા આકર્ષિત કર્યા હતા. આંગડિયા દ્વારા રૂપિયા પડાવી લીધા અને ગાડી પણ નહોતી આપી.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ કૌભાંડમાં તેણે 22 જેટલા ઓટો કન્સલ્ટન્ટને જબરી ગેમ રમીને ફસાવી દીધા હતા. અત્યારે 1 કરોડ રૂપિયાથી વધુનું ઓનલાઈન ગાડી વેચાણનું કહી કરી નાખનાર શખસ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.