મોરબીમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર આપે તેવી ઘટના બની, પરિવાર સભ્યોએ દીકરીની કરપીણ હત્યા કરી, કારણ જાણી હચમચી જશો….
હાલમાં જ એક મોરબી શહેરમાં એક ખુબ જ ઘાતકી બનાવ બન્યો છે, આ બનાવના પગલે મોરબીના વાંકાનેર પંથકમાં ચકચાર મચી ગયો છે. ચાલો અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ કે, આખરે આ બનાવમાં શું ઘટના ઘટી છે? ગુજરાત ટેક ના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, એક સગીરાની હત્યા કરવામાં આવી છે, હત્યા કરનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પણ સગીરાના પરિવારના સભ્યોએ જ સાથે મળીને કિલિંગની ઘટનાને અંજામ આપ્યો, ચાલો આ બનાવ અંગે વિગતવાર જાણીએ કે શા માટે સગીરાની હત્યા કરવામાં આવી.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આ બનાવ વાંકાનેરાના દિઘડિયા ગામમાંનો છે. જ્યાંરિંકલ ગોંડલિયા નામની સગીરાનીની કરપીણ હત્યા કરવામાં આવી. ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર આપે એવી રીતે સગીરાની હત્યાનું કાવતરું માતા-પિતા અને બહેને ઘડ્યું હતું. આ બનાવ બનવાનું કારણ એ જાણવા મળ્યું છે કે, સગીરાને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને પરિવારના લોકોએ સગીરાને યુવક સાથે વાત કરવાની ન પાડી હતી.
સગીરાને મનાઈ કરવા છતાં તે વારંવાર ફોનમાં વાત કરતી હતી, જેથી કરીને માતા-પિતા અને મોટી દીકરીએ મળીને ઓશિકાથી સગીરાની હત્યા કરી નાખી હતી અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે, હત્યાને કુદરતી મોત બનાવવા માટે બીજા દીવસે એવી વાત ફેલાવી કે દીકરીનું હાર્ટ એટેકથી મોત થયું છે. આ બનાવની જાણ થતા જ તાત્કાલિક આસપાસના લોકો અને નજીકમાં રહેતા સંબંધીઓ ઘરે આવ્યા.
સગીરાના મૃતદેહમાં ગળાના ભાગે ઈજાના નિશાન નજરે પડતા જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ શરૂ કરી અને પોલીસે પુછપરછ શરૂ કરતા સગીરાના પિતાએ પોતાની ભૂલ કબૂલ કરી. હાલમાં પોલીસે આરોપી માતા-પિતા અને બહેન વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.