રાજકોટમાં એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ લોકોના એક જ દિવસમાં આ કારણે થયા મૃત્યુ!! ત્રણેયના મૃત્યુનું એક માત્ર જ કારણ….
હાલમાં ન રાજકોટ શહેરમાં એ ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે, વાત જાણે એમ છે કે રાજકોટમાં એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ લોકોના એક જ દિવસમાં આ કારણે થયા મૃત્યુ!! ત્રણેયના મૃત્યુનું એક માત્ર જ કારણ. ચાલો આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે રાજકોટમાં એકી સાથે ત્રણ યુવાનોના હાર્ટ એટેકથી મોત થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બનાવો ત્રણ અલગ અલગ જગ્યાએ બન્યા છે.
એક બનાવ હનુમાન મઢી ચોક પાસે કેન્સર હોસ્પિટલ પાછળ તિરુપતિ સોસાયટીમાં રહેતાં કિશન કિરીટભાઇ ધાબલીયા (ઉં.વ.26) નામના યુવાનને સવારે છાતીમાં દુઃખાવો ઉપડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ મોત નીપજ્યું.
બીજા બનાવમાં કોઠારીયા રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતાં રાજેન્દ્રસિંહ ગજુભા વાળા નામનો યુવાન સવારે ઘરે હતો. ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ અને આ કારણે સારવાર બાદ મોત નીપજ્યું. મૃતક રાજેન્દ્રસિંહ પ્રાઇવેટ નોકરી કરતો હતો અને તેને સંતાનમાં બે પુત્રી છે.
ત્રીજા બનાવમાં કાલાવડ રોડ પર અવધ હાઉસિંગ સોસાયટીમાં છઠ્ઠા માળે રહેતાં મહેન્દ્ર નાથાભાઇ પરમાર ગઇકાલે સાંજે ઘરે હતો. ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ પણ પ્રાથમિક તપાસમાં હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યુ હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવશે. ખરેખર આ એક ખુબ જ દુઃખદ બનાવ છે, જેથી દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવી જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.