Entertainment

રાજકોટમાં આહીર પરિવારે દીકરાના એવા લગ્ન કરાવ્યા કે આખુ શહેર જોતું રહી ગયું!! ફુલેકુ રસ્તા પર નીકળ્યું તો સૌ જોતું રહી ગયું… જુઓ તસ્વીર

હાલમાં ચારોતરફ લગ્નની શરણાઈ ગુંજી રહી છે, ત્યારૅ રંગીલા રાજકોટમાં યોજાયેલ લગ્નએ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં એક અનોખું ફુલેકુ નીકળું અને આ ફુલેકાએ આપણી જૂની પરંપરા અને સંસ્કૃતિને ફરી જીવંત કરી દીધી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ લગ્નનું ફુલેકુ અંબાણી પરિવારના ભવ્ય લગ્ન સમાન નીકળ્યું.

દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર આ ફુલેકામાં અંદાજીત 200 કિલોનાં ઘરેણાં અને પરંપરાગત વસ્ત્રો સાથે કમરે બંદૂક રાખી મહિલાઓ ગરબે રમ્યા હતા.

સૌથી ખાસ વાત એ કે, ડીજેના તાલના બદલે મહિલાઓએ નાસિક ઢોલના તાલ ગૂંજ્યા અને સાથોસાથ રૂપિયાનો વરસાદ થયો અને માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ આ લગ્ન દેશ વિદેશમાં ચર્ચાનો વિષય બન્યો.

મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, આહીર સમાજના આગેવાન શ્રી ઘનશ્યામ હેરભાના પુત્ર સત્યજિતના લગ્ન સુરતના રામશીભાઈ ગોરિયાની પુત્રી કેયૂરીબેન સાથે નક્કી થયેલ જેથી લગ્નના પહેલા રાજકોટના માર્ગ પર શાહી અને રજવાડાને યાદ કરાવે તેવું ફુલેકુ કાઢવામાં આવ્યું હતું.

આ ફુલેકા દ્વારા આહીર પરિવારએ શાહી ફૂલેકામાં ચાર ચાંદ લગાવવા માટે નાસિકથી 50 જેટલા બેન્ડવાજાના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા.

તો સાથે જ પાંચ જેટલી બગીઓ તેમજ સંખ્યાબંધ અશ્વ સાથે ફુલેકુ નીકળ્યું હતું. જેમાં અંદાજે 400થી 500 જેટલા લોકો પણ જોડાયા હતા.

આ અનોખા દ્રશ્યો નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.આ ફુલેકામાં આહીર સમાજની પરંપરાના દર્શન થયા હતા અને ફૂલેકામાં ઉડાડવામાં આવેલા આ તમામ રૂપિયા ગૌશાળાના લાભાર્થે વાપરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!