Viral video

સુરતમાં એકદમ ફિલ્મી ઢબે લૂંટારુઓએ બેંકમાં બુકાની ધારણ કરી લાખોની લૂંટ ચલાવી! જુઓ લૂંટ નો cctv ફૂટેજ…

હાલમાં જ સુરત શહેરમાં ફિલ્મી ઢબે ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો સુરત શહેરમાં એવો બનાવ બન્યો કે પોલીસ પર લોકો અનેક સવાલો થઈ રહ્યા છે કારણ કે સચીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વાંઝ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્ર હજુ તો ખુલી જ હતી ત્યાં બે બાઇક પર આવેલા પાંચ લોકોએ 14 લાખની લૂંટ કરીને ફરાર થઇ ગયા.

આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો ચાર લૂંટારૂઓ હેલ્મેટ પહેરી અને એક લૂંટારૂ મોઢે બુકાની પહેરીને બેંકમાં પ્રવેશે છે. બેંકમાં ઘુસ્તાની સાથે જ આ બેફામ આરોપીઓ બેંકમાં આવેલા ગ્રાહક અને કર્મચારીઓને એક બાજુ બંધક બનાવી બેંકમાંથી બિન્દાસ્ત 13થી 14 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ જાય છે.

આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. આ બનાવના પગેલે કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તેમજ ઉચ્ચ અધિકારીઓ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.વીડિયોમાં જોઈ શકાય છે કે, ચાર લોકોએ હેલ્મેટ પહેરેલા અને એક શખ્સે મોઢે બુકાની બાંધી

બેંકમાં પ્રવેશ કરી બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી 14 લાખની આસપાસની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. ઘટનાની ગંભીરતાને લઇને હાલમાં પોલીસ દ્વારા સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!