સુરતમાં બિઝનેસમેનની પત્ની સહિત પુત્ર એ કરોડોની સંપત્તિનો મોહ છોડીને લીધી જૈન દીક્ષા! માતા અને દીકરો બન્ને સંયમના માર્ગે…જુઓ ખાસ તસવીરો
દિવસેને દિવસે જૈન સમુદાયના અનેક લોકોના પ્રેરણાદાયી અને હદય સ્પર્શી દીક્ષાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ખરેખર જૈન સમુદાયના મુમુક્ષો પોતાના જીવનની સુખ સુવિધાઓને ત્યાગી સંયમી જીવન અપનાવે છે. હાલમાં જ એક ખૂબ જ લાગણી રૂપી કિસ્સો સામે આવ્યો છે. ખરેખર આ કિસ્સો આપને એ સંદેશ આપે છે કે, આ જગતમાં સંસાર થી વધુ સુખ પ્રભુને સમર્પિત થઈ જવામાં છે.
પ્રાપ્ત થયેલ વિગત અનુસાર કર્ણાટકના બિઝનેસમેનની પત્ની સ્વીટી 11 વર્ષનો પુત્ર હૃદન પણ સાધુ બની ગયો છે. દીક્ષા લીધા પછી તેમને નવા નામ મળ્યા. સ્વીટીનું નામ ભાવશુદ્ધિ રેખા શ્રી જી અને પુત્રનું નામ પરોપકારી રતનવિજયજી પડ્યું છે. આ બંનેની ભવ્ય અને દિવ્ય દીક્ષા સુરત ખાતે યોજાયેલ.
સાધ્વી શ્રી ભવશુદ્ધિ રેખા શ્રીજી એ પોતાના પૂર્વાશ્રમમાં જ્યારે ગર્ભવતી હતા, ત્યારે તેણે સાધુ બનવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે તેણે નક્કી કર્યું હતું કે તેનું બાળક તેના પગલે ચાલશે અને જૈન સાધુ બનશે.
ગુજરાતના સુરતમાં જાન્યુઆરી 2024માં માતા અને પુત્રની દીક્ષા સમારોહ ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો. બંને હાલ સુરતમાં પણ રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર માતા અને પુત્રનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, આ વિડીયો જોઇને સૌ કોઈની આંખોમાં આંસુઓ આવી જાય એટલો હદય સ્પર્શી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.