India

રિલ્સ બનાવા ના ચક્કર મા સાવ નિર્દોષ યુવાન નો જીવ લેવાયો ! ઘટના એવી બની કે ફ્લાય ઓવરબ્રીજ પર થી બાઈક….જાણો પુરી ઘટના

હાલમાં આજના સમયમાં યુવા પેઢીમાં રિલ્સનો ભારે શોખ ચડ્યો છે અને આ ગાંડપણના કારણે હાલમાં જ વારાણસીથી (Varanasi) એક દર્દનાક અને દુઃખદ ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે મેં એક 25 વર્ષીય જુનિયર એન્જિનિયરે રિલ્સના (reels) કારણે જીવ ગુમાવ્યો. એક કપલ રિલ્સ બનાવી રહ્યું હતું અને આ રિલ્સના કારણે આ નિર્દોષ યુવાનું મોત થયું.

આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો ફ્લાયઓવર પર એક યુવક અને યુવતી મોટરસાઈકલ  (Bike) પર રીલ બનાવી રહ્યા હતા. ત્યારબાદ તેની બાઇક યુવકના માથા પરથી 30 ફૂટ નીચે પડી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ પરિવારજનો શોકની લાગણી છવાઈ ગઈ છે અને આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે (Police ) પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી હતી.

મૃતક સર્વેશ વારાણસીના ચોલાપુર પોલીસ સ્ટેશનના ગંજરી ગામનો રહેવાસી હતો અને પ્રયાગરાજમાં ઉત્તર-મધ્ય રેલવેના જુનિયર એન્જિનિયર તરીકે પોસ્ટેડ હતો. એફઆઈઆર FRI નોંધીને પોલીસ તે યુવક અને યુવતીને શોધી રહી છે જે રીલ બનાવી રહ્યા હતા.

આ બાબતે એડિશનલ પોલીસ કમિશનર હેડક્વાર્ટર અને ક્રાઈમ સંતોષ સિંહે જણાવ્યું કે શિવપુર પોલીસ સ્ટેશનના ચાંદમારી વિસ્તારમાં ફ્લાયઓવર છે ( over fly bridge) . બે રસ્તા વચ્ચેની ખાલી જગ્યા પર એક યુવક અને યુવતી રીલ બનાવી રહ્યા હતા. આ દરમિયાન તેની બાઇક રિંગ રોડ ઉપરથી નીચે પડી હતી અને તેની પકડમાં એક યુવક આવી જતાં તેનું મોત થયું હતું.

પોલીસે જણાવ્યું કે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આ સામાન્ય બેદરકારીનો મામલો નથી, પરંતુ IPCની કલમ 304 હેઠળ પણ કેસ દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે. જપ્ત કરાયેલી બાઇકનું રજીસ્ટ્રેશન પણ નથી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!