આવી રીતે તમે પણ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે 5 મીનીટ મા લિંક કરી શકો છો ! જાણો છેલ્લી તારીખ અને દંડ વિશે
આવકવેરા વિભાગમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા ફરજીયાત કરવામાં આવ્યા અનુસાર હવે દેશના તમામ પણ કાર્ડ ધારકો માટે તેમના પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક હોવું જરૂરી છે. અને જો કોઈ કાર્ડ ધારક આવકવેરા ના અધિનિયમ 1961 ની કલમ 272B હેઠળ 10,000 નો દંડ થવાને પાત્ર બનશે. આથી આ ડાન્સ થી બચવા માટે તમામ પણ કાર્ડ ધારકો ને પોતાના પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક થયેલ હોવું જરૂરી છે
આથી જ સન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા 30 જૂન 2023 સુધી આ કામગીરી કરવાની તારીખ લંબાવામા આવી છે. આ કામગીરી માટે આવકવેરા વિભાગે પોતાની સુવિધા આપવા માટે ઈ ફીલિંગ નામનું પોર્ટલ શરુ કરેલ છે. જેમાં જરૂરી આધાર અને પાનકાર્ડ નંબર આપીને પોતાના આધારકાર્ડ અને પાનકાર્ડ ને લિંક કરાવાનું છે, આ સાથે જ હાલમાં આવકવેરા વિભાગ એ આ સેવા માટે એક નિશ્ચિત ફી જાહેર કરવામાં આવી છે.
a | b |
---|---|
સતાવાર વેબસાઇટ | https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status |
આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવું
પહેલા 31 માર્ચ 2023 સુધી પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે કોઈ ફી ચુકવવાની જરૂર નહોતી પરંતુ હવે તમારે તમારા કાર્ડ ને લિંક કરાવા માટે 1000 ની ફી ચુકવવવી આવશ્યક છે. આમ છતાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસેસ એ આ ધારકાર્ડ ને પાનકાર્ડ સાથે લિંક કરવા માટે ની ફી 1000 રાખી હતી જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થયેલ નથી તો તમારે આવકવેરા વિભાગ ના પોર્ટલ પર 30 જૂન 2023 પહેલા સામાન્ય સેવા કેન્દ્ર ની મુલાકાત લઈને ઓનલાઇન લિંક કરાવું આવશ્યક ગણાય છે.
પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવાની રીત
1. google પર જઈને સર્ચબાર માં જઈને બોલીને અથવા ટાઈપ કરીને લિંક કરવા માટેની પ્રોસેસ ની શરૂઆત કરો.
2. જેમાં આવકવેરા ની વેબસાઈટ https:// www .incometax.gov.in પર જવાનું રહેશે.
3. લિંક આધાર કહે છે તે વિકલ્પ પસંદ કરો અને તેના પર ક્લિક કરીને આગળ વાંધો.
4. ત્યાર પછી તમારું આધારકાર્ડ નામાબર અને પાનકાર્ડ નામાબર તેમાં માંગવામાં આવેલ આનુસાર દાખલ કરો અને બટન પર ક્લિક કરીને આગળ વાંધો.
5. ત્યાર બાદ તમારા આધારકાર્ડ સાથે નોંધવામાં આવેલ અથવા રજિસ્ર્ટડ મોબાઈલ નંબર પર ટ્રાન્સમિટ કરવામાં આવેલ વન ટાઈમ પાસવર્ડ ( OTP ) ઇનપુટ કરો.
6. હવે તમારી પસંદગી ની ચુકવણી પદ્ધતિ અનુસાર આવકવેરા વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ 1000 રૂપિયા ની ચુકવણી કરો. જેમાં તમને Google Pay, PhonePe, Paytm, ક્રેડિટ અથવા ATM કાર્ડનો સમાવેશ થાય છે.
આમ હવે લોકો ઘરે બેઠા પણ માત્ર 5 મિનિટ ની અંદર જ કોઈ પણ મુશ્કેલી કે સાઇબર સેન્ટર ના સંપર્કમાં આવ્યા વિના પોતાનું આધારકાર્ડ અને પાનકાર્ડ લિન્ક કરી શકે છે.