વડોદરા માં એક નહીં બે નહિ એક સાથે પાંચ પાંચ યુવકોને મળ્યું કરુણ મૌત!!પુરી ઘટના ધ્રુજાવી દેશે… દશામાના મૂર્તિ વિસર્જન માં જ
આ જગતમાં ક્યારે કઈ દુર્ઘટનાઓ ઘટી જાય છે, એ કોઈ નથી જાણતું. હાલમાં જ વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જનના શુભ પ્રસંગે દરમિયાન જ મહીં નદી 5 યુવાનો માટે મોતનો દ્વાર બની. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે 5 યુવાનો મહીં નદીમાં ડુબીને લાપતા થઈ ગયા. આ બનાવ અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે કઇ રીતે આ દુઃખદ ઘટના બની છે.
દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, સિંઘરોટ મહી નદીમાં વડોદરાના એક હોમગાર્ડ અને બે યુવાનો અને સાવલી તાલુકાના કનોડા ગામ પાસે રણછોડપુરા ગામના 3 યુવાનો ડૂબી ગયા હતા. આ દુઃખદ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું. સૌથી ખાસ વાત એ છે કે, બે યુવાનોના મૃતદેહ ગુરુવારે જ મળી ગયા હતા. જ્યારે અન્ય લાપત્તા 3 યુવાનના મૃતદેહો આજે સવારે ફાયરબ્રિગેડની ટીમોને મળી આવ્યા હતા.
હાલમાં દશામમાં વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે સિંઘરોટ મહી નદી ઉપરના ચેકડેમ પાસે દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના બનેલ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામના રણછોડપુરા ગામના 3 યુવાન દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં ગયા હતા.
ફાયરબ્રિગેડની ટીમ લાપતા યુવાનોના મૃતદેહ શોધવા તનતોડ મહેમત કરી હતી અને ગણતરીના કલાકોમાં બંનેના મૃતદેહો શોધી પોલીસે મૃતદેહોનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ દુઃખદ ઘટનામાં. હૉમગાર્ડ સાગર તૂરી પગ્નેશ માછી, સંજય ગોહિલ અને કૌશિક ગોહિલ, વિશાલ ગોહિલનું મુત્યુ થયું છે. આ દુઃખદાયી ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોક છવાઈ ગયો હતો. આ ઘટના પરથી દરેક લોકોએ ચેતી જવું જોઈએ કે ક્યારેય પણ પાણીમાં સુરક્ષા વગર ન જવું જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.