Gujarat

ભારતભરમાં રાતો રાત લોકપ્રિય બનેલ 10 વર્ષનો છોકરો કોણ છે, જેને દેવપગલીએ સ્ટાર બનાવી દીધો!

આપણે ગુજરાતી વિશ્વના ખૂણે ખૂણે વસી રહ્યા છીએ તો પછી આપણું ગુજરાતીપણું ઓછું કેમ હોય શકે? હાલમાં ભારત ભરમાં ગુજરાતનાં નાના એવા ગામના બાળ કલાકારનાં કંઠે ગવાયેલું ચાંદ વાલા મુખડા ભારત ભરમાં લોકપ્રિય બની ગયું છે, જ્યારે જીગર ઠાકોર અને દેવપગલી એ સાથે સોંગ ગાયું ત્યારે ઘણા લોકો ને નોહતું લાગતું કે આ સોન્ગ આખા ભારત માં ચાલશે પણ આ સોન્ગ ભારત માં નંબર 1 થઈ ને બહાર આવ્યું અને 4.5 મિલીઓન રિલ્સ બની એં એક અનોખો રેકોર્ડ બન્યો છે.

ખરેખર અમારી ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ માટે એક ગર્વ ની વાત છે કે અમારું સોન્ગ ભારત ભર માં વાઇરલ થયું , દેવ પગલીએ જીગર નું ટેલેન્ટ જોઈ ને આટલો મોટો મોકો આપ્યો કેમ કે એના માં અલગ જ સટ્ટા છે ગાવા ની અને લોકો તો આ બાળક ને મણીરાજ બારોટ સાથે પણ સરખાવે છે. ત્યારે આજે આપણે જાણીશું કે આખરે આ બાળક કોણ છે અને આટલી નાની ઉંમરે આવી કળા બાળકમાં! ખરેખર હાલમાં ખૂબ જ નાની વયે આ બાળક ભારત ભરમાં લોકપ્રિયતા મેળવી છે અને ટૂંક સમયમાં બોલીવુડમાંથી ઓફર આવે તો નવાઈ નહીં.

આપને જણાવીએ કે માત્ર 10 વર્ષ નાની ઉંમરે પ્રખ્યાત થયેલા ગાયક નું નામ છે જીગર ઠાકોર.આ ગાયક બનાસકાંઠા ના પાલનપુર તાલુકા ના મંડાણા ગામ માં રહે છે.તેમનો ગવાનો અવાજ અને શૈલી એવી છે કે ભલભલા ને મોહી જાય.લોકો આજે જીગર ઠાકોર ની તુલના આજે પ્રખ્યાત ગાયક મણીરાજ બારોટ જોડે કરે છે અને કહે છે કે, આ ગાયક નો અવાજ ખૂબ જ સુંદર છે અને લોકો દૂર દૂર થી જોવા આવે છે.આમ બેવ ગાયક નો અંદાજ સરખો જ આવે છે.જીગર 5 માં ધોરણ માં અભ્યાસ કરે છે અને તે તેમના ભાઈ સાથે ગીતો ગાય છે

.જ્યારે જીગરે સંગીત શરૂ કર્યું ત્યારે તેમના પિતાનો ફાળો ઘણો મોટો છે.જીગર ના પાપા ને ગાવા નો ઘણો શોખ હતો અને તેમાં પિતા નાના મોટા પ્રોગ્રામ માં ગાવા માટે જતા હતા.પરંતુ એક સમય તેના પિતા નું અકસ્માત થયું અને તે કારણે તેમને ગાવાનું છોડી દીધું અને તેમને વિચાર્યું કે હવે તેના છોકરા ને મોટો કલાકાર બને અને નામ રોશન કરે.જીગરે કોઈ પણ તાલીમ વગર ગાવાનું શરૂ કર્યું હતું અને તેઓ ટેપ અને મોબાઈલ ની મદદ થી આ બધું શીખ્યા છે તેમજ આ ઉંમર માં તેમને હાર્મોનિયમ તેમની જાતે જ શીખી લીધું છે.સોશિયલ મીડિયાનમાં યુટ્યુબ દ્વારા ગાઈને ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને આજે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.જીગરને દેવપગલી એ પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને આખરે તેને ભારત ભરમાં ઓળખાણ મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!