આ ભારતીય મૂળના CEO એ ઈલોન મસ્કની બરોબરી કરી ? જાણો વિગતે ..
આપણા ભારત દેશના ઘણા યુવાનો એ ઘણી ઉચ્ચી સીધીઓ પ્રાપ્ત કરી આપણા દેશનું નામ રોશન કર્યું છે, અને આપણા દેશના યુવાનો એ ફક્ત ભારત માં નહિ પરંતુ પોતાની મહેનત થી વિદેશમાં પણ પોતાનું નામ રોશન કર્યું છે, તેવાજ એક ભારતીય મૂળના જગદીપ સિંહ કે જેમણે વિદેશમાં જી આપણા દેશનું ગૌરવ વધાર્યું હતું. તેમણે અમેરિકા જઈ અમેરિકન સ્ટાર્ટઅપ કંપની ક્વોનટમ કોર્પના CEO બન્યા છે, અને મહત્વની વાત તો એ છે કે જાણીતા ઈલોન મસક જેટલું તેમનું સેલેરી પેકેજ છે.
આપણા ભારત ના જગદીપ સિંહ હાલ ખુબજ ચર્ચામાં છે. વિદેશમાં બેટરી બનાવતી એક કંપની એ આ વ્યક્તિને વાર્ષિક રૂપિયા ૧૭૫૦૦/- કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે, અને તેના આ સેલેરી પેકેજ નાં કારને જગદીપ સિંહ દુનિયાભરમાં ચર્ચા માં આવી ગયા છે. અને ખાસ મહત્વની અમે આશ્ચર્ય ની વાત તો એ છે કે આ પેકેજ દુનિયાના સૌથી અમીર લોકોમાં પ્રખ્યાત ઈલોન મસ્ક કરતા પણ થોડું વધારે છે, અને આ પેકેજ જાણી દુનિયાની ખુબજ મોટી દિગ્ગજ કંપનીઓ અને તેના CEO પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે.
જગદીપ સિંહ ના અભ્યાસ ની વાત કરીએ તો તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાંથી કમ્પ્યુટર સાયન્સ માં બીટેક કર્યું છે, તે ઉપરાંત યુનિવર્સીટી ઓફ કેલીફોર્નીયા માંથી MBA અને યુનિવર્સીટી ઓફ મેરીલેન્ડ કોલેજમાંથી કમ્પ્યુટર સાયન્સ નો અભ્યાસ કર્યો છે. તેમની એટલી મહેનત અને લગ્ન થી તેમને કવોન્ટમસ્કેપ કોર્પ તરફથી ૨.3 અબજ ડોલર એટલે ભારતના ૧૭૫૦૦/- કરોડ નું પેકેજ મળવામાં આવ્યું છે. અને તે આ કંપનીના CEO બન્યા છે. અને આ પેકેજ શેર હોલ્ડર ની વાર્ષિક બેઠકમાં આપવામાં આવી છે.
જગદીપ સિંહની આ કંપનીની વેલ્યુ ની વાત કરીએ તો ૫૦ અબજ ડોલર છે, અને આ કંપની આવનાર સમયમાં ની ટેકનીક પર ફોકસ કરી રહી છે, આ કંપની ઈલેક્ટ્રોનિક વ્હીકલ્સ બનાવતી કંપની લીથીયમ આયન બેટરી ઓને વધુ સુરક્ષિત અને સસ્તો વિકલ્પ કરી રહી છે, આ વાત આપણા દેશ માટે ખુબજ ગૌરવ ભરી ગણાય છે, કે આપણા દેશનો યુવાન એટલી મોટી વિદેશી કંપની નો ceo છે અને તેનું એટલું મોટું દિગ્ગજ પેકેજ છે.