ઇન્ટરવ્યુ માટે ગયેલી દિકરો મૃત હાલત મા પરત આવ્યો ! માતા ને બસ એક અફસોસ કરી રહી છે.
જીવનમાં એવી ઘટના તો બને છે કે, ક્યારેક આપના દ્વારા એવો બનાવ બની જાય છે કે, એ સમય જીવન ભર માટે અફસોસ બનીને રહી જાય છે. આમ પણ જ્યારે એ દિવસ યાદ આવે ત્યારે જીવનનો સૌથી ખરાબ દિવસ બની જાય છે. આ ઘટનાઓ દરેક વ્યક્તિ જીવમમાં બની જ હશે. ચાલો અમે આપને સંપૂર્ણ વાત જણાવી કે આખરે બનાવ શું બન્યો છે કે, આજે આપણે જીવનના અફસોસ વિશે વાત કરી રહ્યા છે.
એક માનાં આંખમાં આંસુઓ આજે પણ નથી સુકાયા કારણ કે, બસ એક જ વિચાર આવી રહ્યો છે કે, કાસ મારા દીકરાને કોઈ તેડવા ગયું હોત તો મારો એકનો એક દીકરો આજે મારી પાસે હોત. હા આ ઘટના સત્ય છે. હાલમાં જ એક એવી દુઃખદ ઘટના બની કે જેના પગલે એક યુવાનો જીવ ગયો. પરિવાર પોતાના દીકરાની રાહ જોઈ રહ્યું હતું પરંતુ દીકરાનો મૃત દેહ પાછો આવ્યો ત્યારે એ માનું હૈયું દ્રવી ઉઠ્યું હતું. બસ એજ બોલતી હતી કે કાશ મારા દિકરા ને કોઈ તેડવા ગયું હોત. ચાલો અમે આપને જણાવીએ કે આખરે બનાવ શું બન્યો હતો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, હાલમાં જ એક યુવાનનું ચાલુ ટ્રેનમાંથી ઉતરતા તેનું દુઃખદ નિધન થયું હતું. જેથી પરિવારમાં આભ ફાટી પડ્યું. વાત જાણે એમ છે કે,ગાલવ રતલામના શક્તિ નગર નિવાસી અને રેલવેમાં જ પાર્સલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજીવ શર્માનો દિકરો હતો. નોકરી માટે નોઇડાથી ઇન્ટરવ્યુ આપી તે 09018 હરિદ્વાર-બાન્દ્રા સ્પે. એક્સપ્રેસથી રતલામ જઇ રહ્યો હતો પરંતુ ઉંઘ આવતાં તે ત્યાં ઉતર્યો ન હતો.
આ જ દરમિયાન ટ્રેન વડોદરા રોકાતી હોવાથી સ્ટોપેજ ન હોવા છતાં દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 2થી પસાર થતી વખતે 60ની સ્પીડે દોડતી ટ્રેનમાંથી ઉતરવાના પ્રયાસમાં સમતુલન બગડતાં ટ્રેનમાં ખેંચાવાથી મોત થયું હતું. પીએમ બાદ મૃતદેહ લઇ પરિવાર રાત્રે 9.30 વાગ્યે રતલામ પહોંચ્યો હતો. શનિવારે અંતિમ વિધિ કરી હતી.પરિવાર દ્વારા જાણવા મળ્યું હતું કે, મોટો ગાલવે ઇગ્નૂથી બીકોમ ફાઇનલની પરીક્ષા આપી છે.
ઋષભ હાલમાં દસમા ધોરણમાં ભણે છે. કોરોના પહેલા ગાલવ મુંબઇની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. લોકડાઉનમાં ત્યાંથી રતલામ આવી ગયો હતો. બીજી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા તે 13 સપ્ટેમ્બરે નોયડા ગયો હતો અને ત્યાંથી તે પોતાના મિત્રને મળવા ગયો હતો. ઘરના લોકોને લાગ્યું દીકરો મોટો થઈ ગયો છે, એટલે કોઈ તેડવા જ ન ગયું પરતું દીકરાને બદલે તેની લાશ પરત આવી.ખરેખર આ પરિવાર માટે આ જીવન ભરનો અફસોસ રહી જશે.