IPL 2013મા શા માટે વિરાટ અને ગૌતમ વચ્ચે થઈ હતી લડાઈ, આ ખેલાડી એ જણાવ્યું કારણ
માણસ કોઈપણ ઉચ્ચા પદ પર કેમ ન હોય પરતું તે ક્યારેય તેની પ્રકૃતિ નથી ભૂલતો! કલાકારો થી લઈને રાજનેતાઓ પણ સામાન્ય માણસની જેમ જ ક્યારેક વાદ વિવાદમાં પડતા હોય છે, ત્યારે હાલમાં જ બે ક્રિકેટ વચ્ચે 7 વર્ષ પહેલાં થયેલ ઝગડાનું કારણ આજે બહાર આવ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, આઇપીએલ ઇન્ડિયાનો સૌથી મોટો તહેવાર છે.
IPL 2013ની સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે મેચ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરનો ઝઘડો આજે પણ દરેક ક્રિકેટ ફેનને યાદ છે, અને તે ઝગડાનું કારણ સૌ કોઈ જાણવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
રજત ભાટિયાએ જણાવ્યું કે, આ મેચમાં જ્યારે KKRના લક્ષ્મીપતિ બાલાજીએ વિરાટને આઉટ કર્યો ત્યારબાદ કોહલીને સ્લેજ કરવામાં આવ્યો હતો. આથી ગંભીર અને વિરાટ મેદાન પર જ લડી પડ્યા. ત્યારબાદ ટીમના સાથી ખેલાડીઓ સહિત અમ્પાયરે બંનેની વચ્ચે આવવું પડ્યું હતું.
જણાવી દઈએ કે, IPLના ઈતિહાસમાં આ ઘટના ખૂબ જ વિવાદોમાં રહી. IPL 2013 સિઝનમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની વચ્ચે મેદાન પર આ ઝઘડાએ સૌ કોઈને આશ્ચર્યમાં મુકી દીધા હતા અને બંને જ કેપ્ટનો જ પોતાની રીતે જ સારા ખેલાડીઓ છે,પરતું ક્યારેક માન સન્માન ખાતર આવી ઘટના ઘટી જાય છે