આ મહિલા IPS ની કામગીરી જાણી ચોકી જશો એક વાર મુખ્યમંત્રી ની પણ ધરપકડ કરી હતી
આજે આપણે એમ એવી આઇપીએસ મહિલા અધિકારી વિશે વાત કરવાની છે, જેમની કાર્યવાહી અને અને તેમની કામગીરીના લીધે તે બહુ ચર્ચામાં રહે છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલા અધિકારીની 40 વખત બદલી થઈ ચૂકી છે. મધ્ય પ્રદેશનાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ઉમા ભારતીને ગિરફ્તાર કર્યા હતા. આ આઈ.પી.એસ અધિકારીનું નામ ઉપા દિવાકર છે અને તેમના જીવનની ખૂબ જ સંઘર્ષમય કહાની છે. ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે કંઈ રીતે તેમને પોતાના જીવનમાં સફળતા મેળવી. ખરેખર આ એક અદ્દભુત કહાની છે જે કોઈપણ વ્યક્તિનું દિલ સરળતાથી જીતી શકશે.
રૂપા દિવાકર નો જન્મ કર્ણાટકમાં થયો હતો અને તેમના અભ્યાસ પણ અહીંયા જ કર્યો અને પોતાના જીવનની સફળતામાં ખૂબ જ આગળ વધવા તેમનું એક માત્ર લક્ષ્ય આઈ.પી.એસ અધિકારી બનાવાનું હતું. વર્ષ 2000 માં આઈ.પી.એસ કેડર તરીકે 43 મો રેન્ક પ્રાપ્ત કરેલ.
ત્યારબાદ તેમને સરદાર વલ્લભભાઈ પટેલ પોલીસ એકડેમીમાં હૈદરાબાદમાં પ્રશિક્ષણ લીધું અને ત્યાર બાદ તેમાં 5મો રેન્ક પણ મેળવેલ. અને આ ઘટના બાદ કર્ણાટકમાં ધારવાડ જિલ્લામાં એસ.પી પદ તરીકે નિયુક્તિ કરી નિયુક્ત થયા પછી, રૂપા હંમેશા નીડર અધિકારી રહી છે અને ક્યારેય કોઈના દબાણ હેઠળ કામ કર્યું નથી. આ જ કારણ છે કે રૂપાને તેની 20 વર્ષની કારકિર્દીમાં 40 બદલીઓ મળી છે.
વર્ષ 2003-04માં, એક કેસના કારણે, તેમણે મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી ઉમા ભારતીની ધરપકડ કરી હતી અને ત્યારથી તેમની ટ્રાન્સફરનો તબક્કો શરૂ થયો હતો, જે હજુ પણ ચાલુ છે. એવું કહેવામાં આવે છે કે જે પણ જિલ્લામાં રૂપા દિવાકર મૌદગીલ તહેનાત છે, તે ભ્રષ્ટાચારીઓનો પર્દાફાશ કરીને જ શ્વાસ લે છે, ખરેખર તેમના કામગીરીના લીધે તેમના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.
તેઓ પોતે કહે છે કે, તેના ટ્રાન્સફર પર કોઈ વાંધો નથી કારણ કે હું જાણું છું કે જ્યારે પણ હું ખોટા કામ સામે અવાજ ઉઠાવું છું ત્યારે મારી ટ્રાન્સફર થઈ જાય છે. સરકારી નોકરીમાં ટ્રાન્સફર થવું એ મોટી વાત નથી, પરંતુ તે એક ભાગ છે.જ્યારે કોઈ અધિકારી ભ્રષ્ટાચાર સામે લડે છે ત્યારે જોખમોમાંથી પસાર થવું હિતાવહ છે. જો કે, IPS રૂપાએ જેટલાં વર્ષો કામ કર્યું છે તેટલી વાર બે વાર ટ્રાન્સફર મળી છે.
તમને જણાવી દઈએ કે રૂપા દિવાકર મૌદગીલને આઈએએસના પદ પર કામ કરવાની તક મળી હતી, પરંતુ તે બાળપણથી જ આઈપીએસ અધિકારી બનવા માંગતી હતી, તેથી તેણે આઈપીએસનું પદ પસંદ કર્યું.એક ઉત્તમ પોલીસ અધિકારી હોવા ઉપરાંત, રૂપા અન્ય ઘણી કળાઓમાં પણ નિપુણ છે. ખાસ કરીને તેઓ ભરત નાટ્યમ નૃત્ય સાથે ગાવાનો પણ ખૂબ શોખ છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે એક કન્નડ ફિલ્મ બાયલતાદા ભીમ અન્નામાં એક ગીત પણ ગાયું છે. રૂપા એક શાર્પ શૂટર પણ છે, જેના કારણે તેને ઘણા જુદા જુદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે તેમને રાષ્ટ્રપતિ તરફથી બે વખત પોલીસ મેડલ પણ મળેલ છે. રૂપલ દિવાકર મૌદગીલે વર્ષ 2003 માં IAS અધિકારી મુનીશ મુદગિલ સાથે લગ્ન કર્યા. હાલમાં તે પોતાનું જીવન સુખી થી પસાર કરી રહ્યા છે તેમજ સમાજમાં ભષ્ટ્રચ્ચારને નાબૂદ કરવા પ્રયત્ન શીલ રહે છે.