ઉંમર લાયક થતા જ દીકરીના લગ્ન કરવામાં આવતા એ ગામની દીકરી બની IPS ઓફિસર…
આજના સમયમાં દરેક ક્ષેત્રમાં દીકરીઓ આગવું સ્થાન ધરાવી રહી છે. ત્યારે હાલમાં જ હરિયાણાના સાંપલા ગામની એક દીકરી એ આઈ.પી.એસ ઓફિસર બનીને ગામનું નામ રોશન કર્યું છે. ત્યારે આ ગૌરવની વાત કહેવાય કે, આવા નાના એવા ગામમાં થી આવતી દીકરીએ પોતાના ગામનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. ખરેખર એવા દરેક વ્યક્તિઓ માટે આ ઉત્તમ ઉદાહરણ છે, જેઓ પુત્ર ને વધુ માન આપીને દીકરીને બોજ સમજે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારદ્વાજ પરિવારની મોનીકા નાં પિતા દેવીદત્ત દિલ્હી પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત છે. ત્યારે દીકરી એ પિતા કરતા ઉચ્ચ પદવી મેળવીને પરિવાર નું નામ રોશન કર્યું છે. પિતા જ્યારે સબ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત છે, ત્યારે સૌથી વધારે ખુશી તો તેમના પિતામાં વર્તાય રહી છે. મોનિકાને જોઈને ગામડાની અનેક યુવતીઓને પ્રેરણા મળી છે અને તે લોકો પણ હવે સિવિલ સેવામાં આગળ વધી રહી છે.
મોનિકાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે અમે તેને બાળપણ થી જ પોતાના દાદા પ્રત્યે અતિ લગાવ હતો અને તેમના પર થી જ પ્રેરણા લઈને આંખોમાં આઈ.પી.એસ નું સપનું સેવ્યું અને દાદા પાસેથી શીખવા મળ્યું કે કંઈ રીતે સમાજ માટે ઉપયોગી બની શકાય છે અને દેશ પ્રત્યે સમર્પિત રહીને દેશની સેવા કરવી જરૂરી છે. ત્યારે આ જ હેતુ ને સાર્થક કરવા માટે મોનીકા એ પોતાના સ્વપ્નને હકીકતમાં તબદિલ કર્યું.
મોનીકા એવા ક્ષેત્રમાંથી આવતી હતી. જ્યાં દીકરીઓ ને અભ્યાસ કરતા લગ્નનું વધારે ભાર આપવામાં આવતું હતું. આવી પરિસ્થિતિમાં ઉછરેલ હોવા છતાં પણ તેને પોતાના આત્મવિશ્વાસ અને પરિશ્રમ થકી પોતાનું સપનું સાકર કર્યું.ત્યારે ખરેખર ગૌરવ છે, આ દીકરી પર જેને આપમેળે પોતાનું સપનું પૂર્ણ કર્યું અને પોતાનું આગળનું જીવન દેશને માટે સમર્પિત કર્યું છે.