ખેતરમાં અને રેલવેમાં કામ કરનાર યુવક અનેક વખત નપાસ થયો પણ આખરે આવી રીતે IPS ઓફિસર બન્યો.
આઈ.પી.એસ ઓફિસર બનવાની પાછળ અનેક પ્રેરણાદાયી અને હ્દય સ્પર્શી વાર્તા રહેલી હોય છે. ત્યારે અમે આજે આપને એક એવા વ્યક્તિની વાત જણાવીશું જેને અઢળક મહેનત બાદ પોતાના જીવનમાં સફળતા મેળવી. એક ખેડૂતને ત્યાં જન્મ લેનાર પ્રહલાદ દરેક યુવાનનો માટે પ્રેરણા નું ઉત્તમ ઉદાહરણ છે. ચાલો આજે અમે આપને જણાવીએ કે આ યુવાન કંઈ રીતે જીવનમાં આગળ વધ્યો અને પોતાનું સપનું પૂરું કર્યું.
રાજસ્થાનમાં જન્મેલ પ્રહલાદની પરવરીશ એવી પરિસ્થિતિમાં થઇ જ્યારે તેમના માતા પિતા જમીનદારોના ઘરે કામ કાજ કરવ જતા હતા. તેમના માતાપિતા નોહતા ઇચ્છતા કે તેમનું સંતાન આવું જ કામ કરે અને આખું જીવન મંજૂરી કરીને વિતાવે. આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાંય પણ અભ્યાસમાં ખૂબ જ ધ્યાન આપ્યું.
કોલેજનાં બીજા વર્ષમાં જ ભારતીય રેલ્વેના ભુવનેશ્વર બોર્ડમાં ગેંગમેનના પદ પર જોડાયા. જ્યારે પ્રહલાદ રેલ્વેમાં કામ કરતો હતો, ત્યારે તેને સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા આયોજિત થનારી કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલની પરીક્ષામાં બેસવાની તક મળી અને તેની નિમણૂક રેલ્વે મંત્રાલયના આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરના પદ નિમણુંક કરવામાં આવી.
એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન પ્રહલાદ મીણાએ જણાવ્યું કે જોબ કર્યા બાદ તેમના ઘરની સ્થિતિમાં પણ ઘણો સુધારો થયો હતો અને તેઓ દિલ્હીમાં રહેતા હતા અને તેમના ઘરની તમામ જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા હતા. નોકરી કરવાની સાથે પ્રહલાદે સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી પણ શરૂ કરી દીધી. પરંતુ તેની સાથે સમસ્યા એ હતી કે નોકરીને કારણે તેને તૈયારી માટે પૂરો સમય મળતો ન હતો.
આ જ કારણ છે કે તેને આ પરીક્ષામાં ઘણી વખત નાપાસ થવું પડ્યું હતું. ઘણી વખત નિષ્ફળ ગયા પછી પણ તેણે હિંમત ન હારી અને સતત તૈયારીઓ ચાલુ રાખી. વર્ષ 2013 અને 2014માં તેને મુખ્ય પરીક્ષામાં બેસવાની તક મળી. પરંતુ તેને પ્રિલિમિનરી પરીક્ષામાં સફળતા ન મળી, ત્યારબાદ વર્ષ 2015માં તેણે વૈકલ્પિક વિષય હિન્દી સાહિત્યની ખૂબ સારી રીતે તૈયારી કરી અને અંતે 2016માં તેને સિવિલ સર્વિસની પરીક્ષામાં સફળતા મળી.
હાલમાં પ્રહલાદ મીણા ભારતીય પોલીસ સેવા (IPS)માં ઓડિશા કેડરના 2017 બેચના અધિકારી છે. તેમનું માનવું છે કે તેમની સફળતા જોઈને ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા તમામ યુવાનોને ચોક્કસ પ્રેરણા મળશે. કારણ કે એવા લાખો યુવાનો છે જેઓ ગરીબી કે સંજોગોને કારણે પોતાના સપના પૂરા કરી શકતા નથી. બાકીના યુવાનો માટે તેમનો સંદેશ છે કે આપણા યુવાનોએ કોઈપણ સંજોગોમાં હાર ન માનવી જોઈએ અને જો તેઓ હિંમતથી સ્પર્ધા કરશે તો તેઓ ચોક્કસપણે સફળતા મેળવશે.