Gujarat

ભલભલા ગુંડાઓ થથરી જાય આ પોલીસ ઓફિસર થી ! જાણો કોણ છે?? નિર્લિપ્ત રાય અને ગુજરાત મા હાલ આ ડીપાર્ટમેન્ટ મા સેવા આપી રહ્યા છે

ગુજરાતમાં અનેક પોલીસ અધિકારીઓ કાર્યરત છે પરંતુ આજે અમે આપને એક એવા અધિકારી વિશે વાત કરીશું જવો પોતાની ઈમાનદારી અને કામગીરી માટે ખૂબ જ લોકપ્રિય છે. તેમના કડક વલણથી ગુનેગારો થરથર કાંપે છે. આ ઓફિસર એટલે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય. ગુજરાતમાં દારૂની હેરફેર રોકવા માટે તેઓ ખાસ કાર્યરત છે અને તેમની કામગીરીના લીધે અનેક કુખ્યાત બુટેલેગરો જેલના હવાલે થયા છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે કંઈ રીતે તેઓ એક સફળ અને કામયાબ ઑફિસ બન્યા.

  ગુજરાત પોલીસમાં આઈપીએસ અધિકારીઓની સંખ્યા અત્યારે ૧૭૫ જેટલા આઇપીએસ અધિકારીઓ છે. Ips અધિકારી બંધારણ અને કાયદાનું રક્ષણ કરવા માટે ને સોગંધ લેતા હોય છે અને નિર્લિપ્ત રાય આ સોગંધને ઈમાનદારી સાથે નિભાવી રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે, તેમને કોઇ પણ અધિકારી કે નેતા માટે નહીં પરંતુ સામાન્ય લોકો માટે પોતાના ઓફિસના દરવાજા ૨૪ કલાક માટે ખુલ્લા રાખ્યા છે.

નિર્લિપ્ત રાયએ ભારતની ઇન્ડિયન રેવેન્યુ સર્વિસમાં સેવા આપ્યા પછી વર્ષ ૨૦૧૦માં ભારતીય પોલીસ સેવા નો ભાગ બનવાનું નક્કી કર્યું હતું અને અથાગ પરિશ્રમ દ્વારા તેમને સફળતા મેળવી છે.
તેઓ આજે પણ કોઇપણ સામાન્ય લોકોની મદદ માટે તરત જ દોડી જતા હોય છે. તેમણે એસપી તરીકે પ્રમોશન મળ્યું ત્યારે સૌ પ્રથમ પોસ્ટિંગ તેમનું અમદાવાદ જિલ્લામાં થયું હતુ.

ત્યાં તેમને ઝોન સાતમાં તરીકે પ્રમોશન મળ્યું હતું. ત્યાર પછી તેમને અમદાવાદ ગ્રામ્ય, સુરત ગ્રામ્ય અને વલસાડ જેવા અલગ અલગ જિલ્લાઓમાં પોતાની ફરજ બજાવી હતી.  આ સમયગાળા દરમિયાન તેમણે ઘણી બધી ચર્ચાસ્પદ કિસ્સાઓ પણ બન્યા હતા અને પોલીસ દ્વારા ચાલતા ગેરકાયદેસર પ્રણાલીને તેમણે પોતે ખુદ પડકારી હતી

તેમના સિનિયરોને આ વસ્તુ પસંદ આવી નથી એટલે તેમના તાબાના અધિકારીને અને તેમને પોતાના કાયદાની તાકાતનું ભાન કરાવ્યું હતું તે ઉપરાંત તેમણે પોતાનો પ્રોબેશન સમય હિંમતનગરમાં પૂરો કર્યો હતો. ત્યાર પછી તેમણે રાજ્યના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકેનો પહેલું પોસ્ટિંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મળ્યું હતું.

ત્યારબાદ તેઓ અમરેલી જિલ્લાના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે ફરક બજાવી હતી અમરેલી જિલ્લામાં રહેતા ગુંડાઓ અમરેલી છોડી અને ભાગી ગયા છે. જ્યારે અમેરેલીથી તેમની બદલી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે થઈ ત્યારે અમરેલીના લોકોએ ખૂબ જ ભવ્ય અને અશ્રુભીની વિદાય આપી હતી. આજે સ્ટેટમોનિટરીંગ ટિમ ગુજરાતમાં નાના મોટા બુટેલેગરોને ઝડપીને ગુજરાતમાં દારૂની હેરફેર રોકી રહ્યા છે અને તેમની કામગીરીના લીધે જ ગુજરાતમાં દારૂબંધી ખરા અર્થે સાર્થક થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!