Entertainment

આમિર ખાનની દીકરી બંધાય લગ્નના બંધનમાં ! નૂપુર શિખરે સાથે કર્યા વાઈટ વેડીંગ, દીકરીના લગ્ન જોઈ આમિર ખાન રડી પડ્યા..જુઓ તસ્વીર

હાલના સમયમાં તમને ખબર જ હશે કે સોશિયલ મીડિયા પર આમિર ખાનની દીકરી એવી આઇરા ખાનના લગ્ન ખુબ ચર્ચીત થઇ રહ્યા છે, તમને ખબર જ હશે કે 3 જાન્યુઆરીના રોજ આઇરા ખાને પોતાના પ્રેમી એટલે નૂપુર શિખરે સાથે રજીસ્ટર્ડ મેરેજ દ્વારા લગ્નના બંધનમાં બંધાય હતી અને હાલ તે જયપુરમાં ધૂમધામથી લગ્નના બંધનમાં બંધાય ચુકી છે, આઇરા ખાને પોતાના વાઈટ વેડિંગ કર્યા હતા.

આ કપલે પોતાના પરિવારજનો તથા મિત્રોની ઉપસ્થિતિમાં જ વાઈટ વેડિંગ કરી હતી જેમાં શાહરુખ ખાને પણ હાજરી આપી હતી, આ લગ્નને ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખુબ જોરો શોરોથી વાયરલ થઇ રહી છે, સોશિયલ મીડિયા પર એ પણ તસ્વીર વાયરલ થઇ રહી છે કે પોતાની દીકરીના લગ્નની અંદર આમિર ખાન ભાવુક થયેલા પણ જોવા મળી રહ્યા છે.

આઇરા ખાન અને નૂપુર શિખરેની વાઈટ વેડિંગની પેહલી તસ્વીર હાલ સામે આવી છે જેમાં આ કપલ ખુબ જ સુંદર તથા ખુબ ખુશ દેખાય રહ્યું છે, તસવીરોની અંદર જોઈ શકો છો કે આઈરા ખાને વાઈટ રંગનું ગાવું પેહર્યું હતું જયારે નૂપુર શિખરે ક્રીમ રંગનો બ્લેઝર સાથે ખુબ હેન્ડસમ દેખાય રહ્યો હતો, હાલ ચારેયતરફ આ કપલને લગ્નના બંધનની શુભકામનાઓ આપવામાં આવી રહી છે.

આ કપલે પરંપરાગત રીતે વાઈટ વેડિંગને ખુબ સારી રીતે સંપન્ન કર્યા હતા, હાલ તો સોશિયલ મીડિયા પર આવા અનેક વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં આ જોડી એક સાથે એકબીજાના હાથ પકડીને ચાલતી જોવા મળી રહી છે અને ખુબ વધારે ખુશ દેખાય રહી છે, આવા વિડીયો તથા તસ્વીરોને પણ હાલ ખુબ જ પ્રેમ આપવામાં આવી રહ્યો છે.

આઇરા ખાનના પિતા એટલે કે આમિર ખાન પણ સજી ધજીને આ લગ્નમાં પોહચ્યાં હતા, તેઓએ બ્લેક બ્લેઝર પેહરીને પોતાની દીકરીના લગ્નની અંદર હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!