શું ભારત પર મોટી આફતના એંધાણ ?? રાજસ્થાનના આ ગામમાં અચાનક જમીન ધસી જતા વિશાળકાય ગાબડું પડ્યું, ધીરે ધીરે મોટુ થાય છે…
હાલમાં જ રાજસ્થાનમાં એક ચોંકાવનારી ઘટના બની છે, આ ઘટના પરથી એતો ચોક્કસ કહી શકાય કે કળિયુગનો વિનાશ કેટલો ભયાનક હશે. ચાલો અમે આપને વિગતવાર માહિતી આપીએ કે, આ ઘટનામાં શું બનાવ બન્યો છે. સૂત્ર દ્વારા પ્રાપ્ય થયેલ માહિતી અનુસાર લુણકરનસર તાલુકાના સહજરાસર ગામના રોહીમાં સોમવારે રાત્રે અચાનક જમીન ધસી પડતાં એક વિશાળ ગાબડું પડી ગયેલું, આ ઘટના કોઈને પણ જાનહાનિ કે ઇજા નથી પહોંચી.
જમીન ધરાશાયી થવાના મામલાને લઈને ભૂસ્તર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ જમીન ધરાશાયી થવાનું કારણ જાણી શકાયું નથી.મળતી માહિતી મુજબ સોમવારે રાત્રે 3 વાગ્યાના સુમારે ધાણી ભોપાલરામથી સહજરાસર ગામ જતા રોડ પર સહજરાસર ગામના રોહીમાં આવેલા જગુનાથના ખેતરમાં અચાનક જમીન ધસી પડી હતી.
જમીન ધસી જવાને કારણે 150 થી 200 ફૂટ પહોળો અને 70-80 ફૂટ ઊંડો ખાડો સર્જાયો હતો. જમીન ધસી પડતાં લગભગ 50-60 ફૂટ રોડ પણ પાણીમાં ડૂબી ગયો છે. જેના કારણે માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો છે.
ધાણી ભોપાલરામથી સહજરાસર જવાના માર્ગ પર જમીન ધસી પડતા ખાડાના કારણે રસ્તો ગાયબ થઈ ગયો હતો. આ દરમિયાન રાત્રીના 3 વાગ્યાના સુમારે ખરડા ગામના લોકો જીપમાં લુણકારણસરથી તેમના ગામ જઈ રહ્યા હતા. જીપ ઉંડા ખાડાના કિનારે આવી જતા અકસ્માત ટળી ગયો હતો.
જમીન ધસી જવાની માહિતી મળતાં જ સબ-ડિવિઝનલ ઓફિસર રાજેન્દ્ર કુમાર, પોલીસ સર્કલ ઓફિસર નરેન્દ્ર પુનિયા, કાલુ પોલીસ સ્ટેશન ઓફિસર ધરમવીર, એએસઆઈ રામનિવાસ મીના અને જનપ્રતિનિધિઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા હાલમાં ભુસ્ખનનું કોઈ કારણ સામે આવ્યું નથી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.