ઈશા અંબાણી ના ઘરે લગ્ન નો માહોલ જામ્યો ! જાણો કોના લગ્ન છે અને જુવો ભવ્ય લગ્ન ની તસવીરો
ગુજરાતમાં હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં જ ઇશા અંબાણીના સાસરીયામાં લગ્નનો માહોલ જોવા મળ્યો.છે.
હાલમાં સોશિયલ મીડિયામાં આ લગ્નની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે અને આ લગ્નની તસવીરો જોઈને તમને મુકેશ અંબાણીના દીકરા અને દીકરીના લગ્ન પણ ઓછેરા લાગશે. ચાલો અમે આપને જણાવીએ કે કોના લગ્ન થયા છે.
મીડિયા દ્વારા મળેલી માહિતી મુજબ ઇશાના દિયર આદિત્ય શાહે તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ પ્રજ્ઞા સાબૂ સાથે લગ્ન કર્યા. વિગતવાર જાણીએ તો મુકેશ અંબાણીના જમાઈ આનંદ પીરામલના મામાના દીકરા આદિત્ય શાહે વર્ષ 2020માં તેની ગર્લફ્રેન્ડ પ્રજ્ઞા સાબૂ સાથે લગ્ન કર્યા હતા. જેમાં તેઓના ક્લોઝ ફ્રેન્ડ્સ, પરિવાર ઉપરાંત પીરામલ ફેમિલી પણ હાજર રહ્યું હતું. આ ખાનદાનની પુત્રવધૂ ઇશા અંબાણી પણ લગ્નમાં તેના સાસુ-સસરા સાથે પહોંચી હતી.
ઇશાએ આ દરમિયાન પરિવારની વહૂ તરીકેની જવાબદારીઓ નિભાવી એટલું જ નહીં, પણ દેવરાનીને ટક્કર આપવા માટે તે સુંદર રીતે તૈયાર પણ થઇ હતી. હા એ વાત અલગ છે કે, દુલ્હન તરીકે સજેલી ઇશા અંબાણીની દેરાણીનો લૂક તેના પર ભારે પડી ગયો.
દિયરના ઇશા અંબાણીએ એક સામાન્ય ઘરની વહુની જેમ તમામ કામ પણ કર્યું અને આ તસવીરો તમે જોઈ શકો છો કે, ઈશા અંબાણીએ કેટલા ઉત્સાહ સાથે લગ્નનો આનંદ માણ્યો છે. લગ્નમાં ઇશાએ ડાર્ક ગ્રે લહેંગા પહેર્યો હતો. આ આઉટફિટને ભારતના જાણીતા ફેશન સબ્યાચીના કલેક્શનમાંથી પિક કરવામાં આવ્યો હતો. જેને તૈયાર કરવા માટે સિલ્ક, શિફૉન, જાળી, કેનવાસ, સેટિન જેવા મિક્સ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ લગ્નમાં અંબાણી પરિવાર પણ ખાસ હાજર રહ્યો હતો. હવે ટૂંક સમયમાં આવતા વર્ષે મુકેશ અંબાણીના ઘરે પણ લગ્નના ઢોલ વાગે તો નવાઈ નહી કારણ કે હવે માત્ર અનંત અંબાણી અને રાધિકા બંને જ લગ્નના બંધને બંધાવાના બાકી છે. હાલમાં તો ઈશાન લગ્ન ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે અને આ લગ્ન પિંક થીમ પર આધારિત છે.