Viral video

વિદેશ ની ધરતી પર નકળી જગન્નાથજીની સુંદર રથયાત્રા ! ભુરીઓ એવી રીતે નાચતા જોવા મળ્યા કે…જુઓ વિડીઓ

અષાઢી બીજના શુભ દિવસે જગતભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra) નીકળી હતી. અનેક કાળથી આ પાવનકારી પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. વરસના 365 દિવસ ભક્તો ભગવાનના દર્શન કરવા જાય છે પરંતુ વરસમાં એક દિવસ એવો આવે છે કે, સ્વયં ભગવાન ભક્તોને દર્શન આપવા માટે આવે છે. ખરેખર આ ઉત્સવ માત્ર પુરીમાં જ નહીં પરંતુ ભારતના દરેક શહેર અને ગામમાં પણ હર્ષ, ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.

હાલમાં જ સોશિયલ મીડિયા (social media ) એક ખૂબ જ મનમોહક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં જોઇ શકાય છે કે વિદેશની ધરતી પર ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા છે. આ રથયાત્રા મોસ્કો સિટીમાં (Moscowcity) નીકળી હતી. ખરેખર આ રથયાત્રા ખૂબ જ દિવ્ય અને મનમોહક લાગી રહી છે.

આજે દેશના ખૂણે ખૂણે ગુજરાતીઓ વસી રહ્યા છે, ત્યારે દરેક ગુજરાતીઓએ આપણી પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન કરી રહ્યા છે. હિન્દૂ ધર્મમાં દરેક તહેવારોને વિદેશની ધરતી પર ઉજવવામાં આવે છે અને ખરેખર આપણા માટે આ ગૌરવની વાત છે. આ રથયાત્રા એટલા માટે ખાસ છે કારણ કે આ રથયાત્રામાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય તો તે છે વિદેશી લોકો.

આ રથયાત્રાના વીડિયોમાં જોઈ શકશો કે ભુરી અને ભુરિયાઓ હિન્દૂ પહેરવેશમાં જોવા મળ્યા હતા અને સૌ કોઈને મુખેથી જય જગન્નાથજી, જય જગન્નાથજીનો જયજય કાર ગુંજી રહ્યો હતો. ખરેખર આ એક ખૂબ જ સુંદર અને દિવ્યતાથી ભરેલી ક્ષણ છે. આ વીડિયો તમારા હદયને સ્પર્શી જશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!