Religious

જગન્નાથ પુરી ના મંદીર ના પાંચ ચમત્કારો જોઈ વૈજ્ઞાનિકો પણ હેરાન છે. પવન ની વિરુધ્ધ દિશા મા ધજા ફરકે અને….

આ વર્ષે જગન્નાથ રથયાત્રા ની તારીખ 12 જુલાઈ છે કોરોના કાળ મા કેવી રતે રક્ષયાત્રા યોજાશે એ જોવાનું રહ્યુ પરંતુ આજે અમે તમને પુરી ના જગન્નાથ મંદીર ની વાત કરવા જય રહ્યા છીએ જે ચમત્કાર થી કમ નથી આ મંદીર ની અનેક એવી વિશેષતા ઓ છે જે જાણી ને તમને નવાઈ લાગશે.

જો આ મંદીર ની વિશિષ્ટતા ની વાત કરીએ તો સમુદ્ર તટ પર દિવસમાં હવા જમીનની તરફ આવે છે અને સાંજે તેનાથી વિપરીત. પરંતુ પુરીમાં હવા દિવસમાં સમુદ્રની તરફ આવે છે અને રાત્રે મંદિર તરફ વહે છે. અને સામાન્ય રીતે મંદિરના શિખર પર લગાવેલી ધજા એ જ તરફ ઉડે છે, જે તરફ પવન આવતો હોય છે. પરંતુ જગન્નાથ મંદિરમાં આ નિયમ લાગૂ નથી પડતો. આ મંદિરના શિખર પર લહેરાતો ધ્વજ હંમેશા હવાની વિપરીત દિશામાં ફરકે છે. અહીં એવુ કેમ થાય છે, તે આજ સુધી કોઈ નથી જાણી શક્યું.

આ ઉપરાંત મંદીર ના ગુંબજ પર જગન્નાથ મંદિર પર એક સુદર્શન ચક્ર લાગેલું છે. જેને તમે કોઈપણ દિશામાંથી જોશો, તો તે સામે જ નજર આવશે. ભકતો અહી આ ચક્ર જોઈ ધન્યતા અનુભવે છે.
અને મંદિરમાં પ્રસાદ બનાવવા માટે સાત વાસણોને એકબીજાની ઉપર રાખવામાં આવે છે અને પ્રસાદ લાકડા સળગાવીને પકાવવામાં આવે છે. આશ્ચર્ય એવું છે કે, આ પ્રક્રિયામાં સૌથી ઉપરના વાસણનો પ્રસાદ પહેલા પાકે છે.

આપણે મોટાભાગના મંદિરનો શિખર પર પક્ષી બેસેલા અને ઉડતા જોઈએ છે. જગન્નાથ મંદિરની આ વાત તમને ચોંકાવી દેશે કે, તેની ઉપરથી કોઈ પક્ષી નથી પસાર થતું. અને આ મંદીર ના ગુંબજ નો પડછાયો પણ પડતો નથી આ બાબત ખરેખર ચમત્કાર થી ઓછી નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!