એક રૂપિયાનો દાન લીધા વગર વીરપુર અખુટ અન્ન ભંડાર ચાલે છે, જાણો તેની ચમત્કારી વાત.
કહેવાય છે ને કે, જ્યાં અન્ન નો ટુકડો ત્યાં હરિ ઢુંકડો! ભૂખ્યા ને ભોજન કરાવવું તો ધર્મ છે માનવતાનો! અનેક વર્ષોથી વીરપુરમાં અન્નસેત્ર ચાલે છે ત્યારે ચાલો જાણીએ તેની પાછળનું કારણ જાણીએ. ભૂખ્યાને ભોજન આપવું એ જ તો સાચો ધર્મ છે! ખરેખર સૌરાષ્ટ્રની ભૂમિ પર એ એવા સંત થયા કે આજે ભલે તે હયાત નથી પરંતુ તેમને શરૂ કરેલું સદાવ્રત આજે પણ ચાલું છે. દેશ વિદેશથી ભાવિ ભક્તો આ પવિત્ર ધામ વીરપુરએ પધારે છે.
વીરપુર ગામનું નામ સાંભળતાની સાથે જ બાપા જલારામનું નામ સૌથી પહેલાં યાદ આવે છે. જગત જેના નામનું જાપ કરે છે એઆ ધામે અખૂટ ભંડાર ચાલે છે, રામ નામનો રોટલો જગત ભરમાં પ્રખ્યાત છે.જલરામાબાપ અને વીરબાઈ સદાવ્રત ચલાવતા હતાં. બંનેની ભક્તિ જોઈને ભગવાને તેમની કસોટી કરી. પ્રભુ સાધુવેશ ધારણ કરી સદાવ્રત ચાલતું હતું ત્યાં પહોંચ્યા અને વીરબાઇમાની માગણી કરી હતી અને જલારામ બાપાએ તો વીરબાઇમાને પણ દાનમાં આપી દીધા હતા.
જલારામ બાપાની કસોટી કરી ભગવાને પ્રસાદી રૂપે આપેલા ઝોળી અને ધોકો આપ્યાં. આ ઝોળીમાં જલારામ બાપાએ રોટલાને સીવીને રાખ્યો છે. જેથી ક્યારેય સદાવ્રતમાં તથા ગામ વીરપુરમાં અન્નની ખોટ ઊભી ન થાય અને ઝોળી અને ધોકો હાલ વીરપુરના જલારામ બાપાના મંદિરમાં હજુ પણ હયાત છે.
જલારામ બાપા જ્યારે વૈકુંઠ સીધાવ્યાં ત્યાર પછી તેમની પાછળ હરિરામે મોટો મેળો કરેલો, મેળામાં એક અજાણ્યો સાધુ આવ્યાં અને સૌને નમસ્કાર કરતાં કરતાં એ ભંડારઘરમાં ગયાં. ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેણે ચારે દિશાએ વેર્યોને ‘અખૂટ! અખૂટ ભંડાર!’ બોલતો એ ક્યાં ચાલી ગયો તેની કોઈને ખબર પડી નહીં. આજે બાપાનો ભંડાર અખૂટ છે. 1999માં મંદિરમાં એકપણ રૂપિયો દાનમાં ન લેવાનો નિર્ણય કરાયો છે.