જમ્મુ કાશ્મીરમાં કાર ખીણમાં પડી જતા સુરતના ટુર ઓપરેટરનું થયું મોત, આવી, પોલીસે આવી રીતે પરિવારને જાણ કરી…
હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં એક ખૂબ જ દુઃખદાયી ઘટના ઘટવા થી સુરત શહેરના એક પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયુ. આ ઘટના વિશે જાણવા મળ્યું હતું કે, સુરત શહેરના ટુર ઓપરેટરનું કાર ખીણમાં પડી હતા મોત નીપજ્યું હતું અને તેમની સાથે અન્ય 9 લોકો પણ મુત્યુ પામ્યા. આ ઘટના વિશે વિગતવાર માહિતી જાણીએ કે, આ ઘટનાં કંઈ રીતે બની અને મૃતકના પરિવારને કંઈ રીતે જાણ કરવામાં આવી.
મીડિયા દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે,
મંગળવારની મોડી રાત્રે શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક થયેલા એક માર્ગ અકસ્માતમાં એક ગાડી ઉંડી ખીણમાં પડી જવાના કારણે કુલ 9 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં સુરતના 36 વર્ષના યુવકનું પણ મોત થયેલું જેથી તેમના પરિવારને જાણ કરતા યુવકના ભાઈ અને પિતા મૃતદેહ લેવા માચે દિલ્હી રવાના થયા છે.
લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક કારગિલથી સોનમર્ગ તરફ જઈ રહેલું વાહન 1,200 ફૂટ ઉંડી ખીણમાં ધસી પડવાના કારણે ચાલક સહિત 9 લોકોના મોત થયા છે અને આ 9 લોકોમાં 2 લોકો જમ્મુ કાશ્મીરના છે જ્યારે બાકીના સૌ અન્ય રાજ્યના પર્યટકો હતા. ઘટના બાદ 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ બુધવારે સવારે વધુ 2 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મૃતક અંકિત સંઘવી પોતે ટુર સંચાલક હતો અને તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો, માતા-પિતા અને એક બહેન, ભાઈ છે. આ ઘટનાથી સંઘવી પરિવારમાં શોક ફેલાઈ ગયો. પરિવાર અંગે માહિતી મેળવવા શ્રીનગર પોલીસે અકસ્માત બાદ અંકિતના ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલો નંબર જોડીને તેના પરિવારને આ દુઃખદ ઘટનાની જાણકારી આપી હતી.