Gujarat

જામનગરમાં ફરી રખડતા ઢોરે વૃદ્ધનો ભોગ લીધો! વૃદ્ધ દંપતીનો સાથ છૂટ્યો, વૃદ્ધનું મોત થયું, જ્યારે વૃદ્ધાની હાલત…

દિવસને દિવસે રખડતાના પશુઓનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે ફરી એકવાર ચોંકાવનારી ઘટના બની છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે,જામનગરમાં રખડતા ઢોર એક વૃદ્ધનો ભોગ ઢોરે લીધો છે.જેમાં પોતાની પત્ની સાથે જઈ રહેલા વૃદ્ધને ખુંટિયાએ હડફેટે લેતા બંને દંપતિ ઘવાયા હતા જેમાં વૃદ્ધનું લાંબા સારવાર બાદ મૃત્યુ થયું છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે.

વાત જાણે એમ છે કે,જ્યારે વૃદ્ધા હજુ પણ ઢોરના હુમલામાં પથારીવશ થઈને પડ્યા છે. આ ઘટનાથી ઢોરની સમસ્યાનોને લીધે અનેકવાર આવી ઘટના ને લીધે લોકોને જીવ ગુમાવવો પડે છે, જ્યારે મહનગરપાલિકા દ્વારા કોઈપણ પગલું ભરવામાં નથી આવ્યું. ખરેખર આવી જ રીતે જો પશુઓ રખડતા રહે તો દિવસે ને દિવસે આવી સમસ્યા સર્જાશે.

આ ઘટના વિશે ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિ વિશે જાણીએ તો ઓશવાળ-2માં રહેતા દામજીભાઈ બુસા નામના વૃદ્ધ પોતાની પત્ની સાથે ગત તા.9-3ના રોજ એક્ટિવા મોટરસાઇકલ જીજે-10-સીએ 5848 પર જઈ રહ્યા હતા ત્યારે વિશ્રામ હોટલ પાસે અચાનક ખૂંટિયો ગાડીની વચ્ચે આવીને પડ્યો હતો, જેમાં વૃદ્ધને માથામાં અસંખ્ય ફ્રેક્ચર થઈ ગયાં હતાં અને વૃદ્ધાને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.

વૃદ્ધને સારવાર માટે જામનગર અને બાદમાં રાજકોટ લઈ જવામાં આવ્યા હતા પરંતુ કોમામાં રહેલા વૃદ્ધ ભાનમાં આવ્યા ન હતા અને બાદમાં તેમનું મૃત્યુ થતા પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે. પરંતુ આ ઘટનામાં વૃદ્ધનો જીવ ગયો અને તેમની પત્ની પથારીવશ બન્યા છે ત્યારે મહાનગરપાલિકાનું ઢોર પ્રત્યેનું વલણ લોકો માટે ધીરે ધીરે જીવલેણ બનતું જાય છે જે ખૂબજ ખતરનાક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!