જામનગર: ભયંકર અકસ્માત મા ટ્રક ના ચિથડા ઉડી ગયા ! ઘટના સ્થળે જ આટલા લોકો ના મોત…
હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
વાત કરીએ તો આ અકસ્માતની ઘટના જામનગરનાં ફલ્લા ગામ નજીક ગંભીર અકસ્માત સામે આવી છે. જ્યાં ટ્રકચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યાં છે. ફલ્લા ગામ નજીક રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રક ડિવાઈડર કૂદી બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લિનરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. આ ઘટના બનતાજ ધડાકેભેર ટ્રક અથડાવવાણો આવજ આવ્યો હતો. જો કે, આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના બાદ આસપાસના રાહદારીઓના ટોળે ટોળાં વળી ગયા હતાં.
એ સિવાય હાલમાંજ લુણાવાડા-મોડાસા હાઇવે પર અકસ્માતમાં 2ના મોત નિપજ્યા હતા જે મહિસાગરના લુણાવાડા-મોડાસા હાઇવે પર પણ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઈક સવાર સામસામે ટકરાતા અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા. મહિસાગર નદીના બ્રિજ પર આ ઘટના ઘટી હતી. જે મામલે લુણાવાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આમ ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ ઉપલેટાના વરજાંગ જાળીયાના પાટીયા નજીક બોલેરો અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં મોટરસાયકલ ચાલકનું મોત નિપજ્યું હતું. મળતી વિગત અનુસાર, ઉપલેટાથી પોરબંદર જતા નેશનલ હાઈવે ઉપર વરજાંગ જાળીયાના પાટીયા નજીક બોલેરો કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાયકલ ચાલકને ઈજા થતા તેઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું.
તેમજ વાત કરીએ તો આ ઉપરાંત વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્ર બોર્ડર નજીક પણ ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાતપાટી માર્ગ પર અકસ્માતમાં એક બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. શાળાના બાળકો લઈને જતી સ્કૂલવાન પલટી મારી હતી. સ્કૂલવાને બાઈકને અડફેટે લીધા બાદ સ્કૂલવાન વીજપોલ સાથે અથડાઈ. જ્યાર બાદ વાન પલટી મારી ગઇ હતી. જેમાં એક બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. જેના CCTV ફુટેજ પણ સામે આવ્યા હતા.