Gujarat

જામનગરના 63 વર્ષના વૃધ્ધના કાંડ જાણી આંખો ફાટી જશે !પોતાની દીકરી ની ઉમરની યુવતીઓ ને instagram પર એવી રીતે ફસાવતો કે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં સોશિયલ મીડિયામાં અનેક રીતે લોકોને છેતરવામાં આવે છે, ખાસ કરીને ક્યારેય પણ સોશિયલ મીડિયા પર અજાણી વ્યકિતની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો સ્વીકારતા પહેલા સાવધાન થઈ જવું જોઈએ. હાલમાં જ જામનગર જિલ્લાના જામજોધરપુરમાં એક 63 વર્ષના વૃદ્ધ એવો કાંડ કર્યો કે તમે જાણીને ચોંકી જશો. વાત જાણે એમ છે કે, ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી પોતાની દીકરીની ઉંમર જેવડી યુવતીઓને ફસાવતો હોવાનો ખુલાસો થયો છે.

આ ઘટના અંગે વિસ્તુત માહિતી જાણીએ તો,જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામના વૃદ્ધ સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી કોલેજ જતી યુવતીઓના ન્યુડ ફોટો મેળવી બ્લેકમેઈલીંગ કરતો હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ ની ટીમને મળી હતી જ્યારે ફરિયાદ પરથી સાયબર ક્રાઇમની ટીમે એક રૂધને ઝડપી પાડ્યો છે અને તેના મોબાઇલમાં અન્ય યુવતીઓના ફોટો અને વીડિયો પણ કબજે કર્યા છે અને રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઈન્સ્ટાગ્રામના માધ્યમથી યુવતીઓના ન્યૂડ ફોટો મેળવી બાદમાં બ્લેકમેઈલ કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વૃદ્ધની ધરપકડ કર્યા બાદ તેનો મોબાઈલ ચેક કરાતા તેમાંથી ત્રણ યુવતીઓના અશ્લીલ ફોટો મળી આવ્યા હતા. વૃદ્ધને પકડવા માટે સાઈબર ક્રાઇમની મહિલા કર્મચારીઓની એક વિશેષ સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી અને વોચ ગોઠવી હતી. પોલીસકર્મી પૂજાબેન ધોળકિયાએ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પાસેથી જરૂરી માહિતી મંગાવી આઈએસપી રિપોર્ટ તથા આઈપીડીઆરનું ટેકનિકલ એનાલિસિસ કરી બ્લેકમેલ કરનારના મોબાઈલ નંબર શોધી કાઢ્યા હતા.

જેમાં આરોપીના લોકેશન જામજોધપુરના સીદસર ગામનું આવતું હતું. જેથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમને સીદસર ગામમાંથી રસિકલાલ નારણભાઈ વડાલીયા ઉ. 63 ને ઝડપી લીધો હતો તેની આઇડેન્ટિફાઈ કરી ધરપકર કરી હતી.રસીકલાલ નામનો આરોપી કોલેજિય યુવતીઓને ફસાવવા માટે જે મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતો હતો તે જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!