જામનગરમાં હોંશે હોશે ગરબા રમતા 19 વર્ષીય યુવકનું હાર્ટઅટેકથી થયું નિધન ! જુઓ મૃત્યુ પહેલાનો આ વિડીયો..તમે ભાવુક થઇ જશો
હાર્ટઅટેક, હવે આને રોગ કહો કે કાળ તે ખબર નથી પડતી કારણ કે પેહલા એક સમય હતો જયારે મોટી મોટી ઉંમરના લોકોને હાર્ટઅટેકને લીધે મૃત્યુ થતું હોય છે પરંતુ વર્તમાન સમયની અંદર આ ફક્ત મોટી ઉંમરના લોકો માટે સમિતિ રહ્યું નથી કારણ કે રોજબરોજ આપણી સામે હાલ અનેક એવી હાર્ટઅટેકની ઘટનાઓ સામે આવી જ રહી છે જેમાં નાની કુમળી વયના બાળકોનો પણ હાર્ટઅટેકને લીધે મૃત્યુ પામતા હોય છે,એવામાં જામનગરમાંથી આવી જ એક ઘટના સામે આવી છે.
હજી થોડા દિવસ પેહલા જ આવી ઘટના રાજ્યમાંથી સામે આવી હતી જેમાં હોંશે હોંશે ગરબા લઇ રહેલ યુવકને હાર્ટઅટેક આવવાથી મૃત્યુ થયું હતું એવામાં હાલ આવી જ બીજી ઘટના જામનગરની અંદર બની છે જેમાં 19 દીકરો જયારે ગરબા રમવાની પ્રેકટીસ કરી રહ્યો હતો ત્યારે તે અચાનક જ ઢળી પડ્યો હતો જે બાદ તેને હોસ્પિટલ ખાતે ખસેડી દેતા તબીબોએ યુવકને મૃત ઘોષિત કરતા ભારે સનસની ફેલાય ચુકી હતી,યુવકના મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ 19 વર્ષીય યુવકનું નામ વિનીત કુંવરીયા હોવાનું સામે આવ્યું છે જે નવરાત્રી પેહલા ગરબાની પ્રેક્ટિસ અર્થે ગરબા રમવા માટે ગયો હતો જેનો વિડીયો પણ હાલ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે તે ખુબ જ આનંદ સાથે ગરબે ઘૂમી રહ્યો છે પરંતુ તેને શું ખબર હશે કે આ તેના અંતિમ વખત ગરબા હશે. આવી ઘટના બનતા હાલ ગરબા રસિયાઓમાં ચિતા ખુબ જ વધી ગઈ છે કારણ કે આ રાજ્યમાં આવી ઘટના ખુબ વધતી જ જઈ રહી છે.
મુખ્ય વાત તો છે કે લોકો ચર્ચા વિમર્શ કરતા થયા છે કે હાર્ટઅટેકની આવી ઘટના કોરોના બાદ ખુબ વધારે વક્રી ગઈ છે, આથી અનેક લોકોમાં ડરનો માહોલ છે. ફક્ત ગરબા જ નહીં અમુક વખત ક્રિકેટ રમતા રમતા તો અમુક વખત ડાંસ કરતા કરતા યુવાનોને હાર્ટઅટેક આવવાના કિસ્સાઓ વધતા જ જઈ રહ્યા છે તે ખરેખર દરેક લોકોને ધ્યાનમાં લેવા જેવી બાબત છે.
ગુજરાતમાં વધુ એક યુવકને આવ્યો હાર્ટઅટેક, ગરબા રમતા રમતા જ ઢળી ગયો.. મૌત પેહલાનો વિડીયો જુઓ 👇#gujarat #india #viralvideo #garba pic.twitter.com/IWuxkdQoNf
— Gujarati Akhbar (@TodayGUJARAT1) September 26, 2023
નોંધ : વાયરલ થઇ રહેલા આ વિડીયોની પુષ્ટિ અમારી વેબસાઈટ “ગુજરાતી અખબાર” કરતું નથી, તમને જો રોજબરોજના સમાચારથી માહિતગાર રહેવા માંગતા હોવ તો જોડાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં જ્યાં અમે અમે તમને દરેક સમાચારથી માહિતગાર કરીશું.આભાર.