જામનગરમાં પંજાબ નેશનલ બેન્કમાં ચોર ઘુસ્યા!! સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં જ કરી ચોરની ધરપકડ..જુઓ સીસીટીવી ફૂટેજ
ગુજરાત રાજ્યમાં આમ તો વર્તમાન સમયમાં રોજબરોજની અનેક એવી ચોકાવનારી ઘટનાઓ સામે આવતી જ રહે છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે, અમુક વખત હત્યા તો અમુક વખત ચોરી લુટફાટ તથા મારામારીના બનાવો સામે આવતા હોય છે, એવામાં જામનગર શહેરમાંથી એક ખુબ જ ચોકાવનારી ઘટના સામે ઈવ છે જેમાં પંજાબ નેશનલ બેંકની અંદર ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ પંજાબ નેશનલ બેન્કની અંદર ચોરો શટર તોડીને બેન્કની અંદર ઘુસ્યા હતા જે બાદ બેન્કની અંદર હાથ સફાયો કરવાનો પ્રયાય કર્યો હતો એવામાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઘટના સામે આવી હતી જે બાદ પોલીસે ફક્ત ગણતરીના કલાકોની અંદર જ આ ચોરને ઝડપી પાડ્યા હતા.
તારીખ 12 જન્યુઅરિ સાંજના સાડા 6 વાગ્યાથી 15 તારીખના ૯ વાગ્યા સુધીના સમયગાળામાં જામનગરના હીરજી મિસ્ત્રી રોડ વિસ્તાર પર આવેલ પંજાબ નેશનલ બેંક બ્રાંચ શંકરટેકરીની અંદર ચોર શટર તોડીને અંદર ઘુસ્યા હતા એટલું જ નહી બેન્કની અંદરના સ્ટ્રોંગરૂમની પણ દીવાલ તોડવાનો પ્રયાસ કરીને ચોરી કરવાનો પ્રયાસ આદર્યો હતો પણ બદનસીબે આ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને ચોરોને ખાલી હાથે જવું પડ્યું હતું.
સોમવારના રોજ બેન્કના મેનેજર એવા નીતુ સીતારામ શાહે આ અંગેની જાન શહેર પીએસાઈ એસ.એમ.સિસોદિયાને કરી હતી જે બાદ પીએસઆઈ તથા તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા નજરે ચડ્યું હતું કે તસ્કરોએ બેંકમાં ચોરી કરવાનો પ્રયાસ આદર્યો હતો,વિડીયોને આધારે જ પોલીસે કલાકોમાં જ ચોરોની ધરપકડ કરીને તેમનો તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.
View this post on Instagram