જામનગર ના SP પ્રેમસુખ ડેલુ એ એવો નિર્ણય લીધો કે ચારેકોર વાહ વાહી થઈ ગઈ ! ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન નહીં..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનસભર નેતૃત્વથી પ્રેરીત સંસદસભ્ય પૂનમબેન માડમ જન જન પ્રત્યે સંવેદનાસભર અનેક કાર્યો મંજૂર કરાવતા રહ્યાં છે. હાલ જ્યારે સુશાસન સપ્તાહ ચાલે છે, ત્યારે નાગરીકોની સાનુકૂળતા માટે હંમેશા તત્પર રહેતા જામનગર ના SP પ્રેમસુખ ડેલુ એ એવો નિર્ણય લીધો કે ચારેકોર વાહ વાહી થઈ ગઈ ! તમામ પ્રજ્ઞાચક્ષુઓ સહિત વિકલાંગોને માટે એક ખુશ ખબર છે.
તમને જાણીને ખુશી થશે કે, પ્રજ્ઞાચક્ષુઓને ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન જવું નહીં પડે. પોલીસ ઘરે આવી ફરિયાદ નોંધી જશે. દિવ્યાંગોની સાનુકૂળતા અંગે મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આશાદીપવિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા સંસદસભ્ય પૂનમબેન માડમને રજૂઆત કરવામાં આવી હતી કે, વિકલાંગોને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જવામાં મુશ્કેલીઓ પડે છે.
જે બાબતે કોઇ ઉકેલ આવે તો વિકલાંગોને સાનુકૂળતા થાય તેમ છે.આ રજૂઆતની ગંભીરતાને ધ્યાને લઇને સાંસદ પૂનમબેન માડમે સુશાસન કેન્દ્રીત સૂચન એસપી પ્રેમસુખ ડેલુને કર્યુ હતું.
આ સૂચનને મહત્ત્વનું ગણી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ તાત્કાલીક નિર્ણય લીધો છે, જે મુજબ દિવ્યાંગો, ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને નહીં આવવું પડે તેમના ઘરે જઇ પોલીસ તેઓની ફરિયાદ નોંધી ઉકેલની દિશામા સંવેદનાસભર કાર્યવાહી કરશે.
આ બાબતથી વિસ્તૃત પત્ર દ્વારા એસપી પ્રેમસુખ ડેલુએ સાંસદ પૂનમબેનને વાકેફ કર્યા છે.આ તાત્કાલિક નિર્ણય અંગે ટ્વીટ કરી સાંસદ પૂનમબેને એસપી પ્રેમસુખ ડેલુનો આભાર વ્યક્ત કરી સંવેદનશીલતા અંગે અભિનંદન પાઠવ્યા છે.