છેલ્લો દીવસ અને નાડીદોશ જેવી સુપર હીટ ફીલ્મ આપનાર જાનકી બોડીવાલાની જુઓ ખાસ તસવીરો..
આપણે જાણીએ છે કે, ગુજરાતી સિનેમાના અનેક અભિનેત્રીઓ અભિનયના ઓજસ પાથરી રહી છે, ત્યારે આજે આપણે વાત કરીશું એક એવી અભિનેત્રી વિશે જેને એકી સાથે બે હિટ ફિલ્મો આપ્યા બાદ તેની અભિનયની કળાથી લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. અમે વાત કરી રહ્યા છીએ, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી જાનકી બોડીવાલા વિશે.
નાળિદોષ અને વશ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરનાર
જાનકી મૂળ અમદાવાદની છે. તેનો ઉછેર અને ભણતર અમદાવાદમાં જ થયા છે. તેણે ડેન્ટિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે.
છેલ્લો દિવસમાં લોકોનાં દિલ જીતી લીધા પછી તેણે બે વર્ષ પછી ઓત્તારી ફિલ્મમાં સ્ક્રીન પર દેખા દીધી હતી અને ત્યારબાદ તંબુરો ફિલ્મમાં પણ તેને કામ કર્યું હતું.
એક પછી એક ફિલ્મ આપ્યા બાદ પણ તેને સિનેમામાં એવી ઓળખ નહોતી મળી અને તેની અભિનયની કળા પણ લોકો પારખી નહોતા શક્યા પરંતુ જ્યારે તેને નાડીદોષ ફિલ્મમાં અભિનય કર્યો ત્યારબાદ લોકોની તેના પ્રત્યે એક અનોખી લાગણી બંધાઈ.
આ ફિલ્મી સફળતા બાદ વશ ફિલ્મમાં અભિનય એવો કર્યો કે, સૌ કોઈ જાનકીની અભિનયની ક્ષમતાને પારખી ગયા હતા. ખરેખર જાનકી બોડીવાલા એ પોતાની ફિલ્મની કારકિર્દીને સાચા માર્ગ તરફ લઇ જઇ રહી છે. જાનકી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે તેમજ પોતાના ચાહકો સાથે જોડાયેલ રહે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.