Gujarat

જસદણ : પરિણીત મહીલાની ગળાફાસો ખાધેલા હલત મા લાશ મળી ! દીકરી ની માતા એ કીધુ ” મારી દીકરી ને પૈસા માટે સાસરીયા વાળા એ

હાલના સમયમાં ગુજરાત રાજ્યમાં સતત આપઘાતના બનાવો બની રહ્યા છે જ્યારે ફરી વખતે આપઘાતનો બનાવ બન્યો છે જેમાં એક પરિણીત મહિલાએ ગળાફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું આ ઘટનાની જાણ આટકોટ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આ ઘટના ની જાણ પોલીસ ને ઘણી મોડી કરવામા આવી હતી પરણીતા એ આપઘાત કર્યા બાદ તેના સાસરીયા વાળા એ મહીલા ને નીચે ઉતારી કપડુ ઢાકી દીધુ હતું જેથી હવે બનાવ શંકામાં ફેરવાઈ ગયો હતો.

ઘટના અંગે વિગતે વાત કરીએ તોજસદણ તાલુકાના વીરનગર ગામે રહેતી 22 વર્ષીય પરિણીત મહિલા કે જેનું નામ પ્રીતીબેન દિલીપભાઈ દાફડાની શનિવારે વહેલી સવારે ફાંસો ખાધેલી લાશ મળી હતી. બાદ મા પ્રીતિબેન ની લાશને તેના સાસરીયાઓએ નીચે ઉતારી તેના ઉપર કપડું ઢાંકી દીધું હતું અને બાદમાં તેના માવતરને ટેલીફોનિક જાણ કરી હતી. જ્યાર બાદ મહીલા ના માતા પિતા અને સગા વ્હાલા તાત્કાલિક વિસનગર દોડી આવ્યા હતા.

જ્યારે મહીલાના માતા પિતાએ દિકીના મોત અંગે તેન સાસરીયા વાળાને પુછતા ગોળગોળ જવાબો મળતા બનાવ શંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરી હતી. જ્યાંર બાદ આટકોટ પોલીસ સહિત પીએસઆઈ કે.પી.મેતા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને લાશને પ્રથમ જસદણની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી હતી બાદમાં લાશને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મોડી સાંજે પતિ સહિત સાત સામે પરિણિતાને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.

આ ઉપરાંત પ્રીતિ ના માતા દ્વારા એવા પણ ગંભીર આરોપ લગાવવા મા આવ્યા હતા કે દીકરી ના પૈસા બાબાતે ત્રાસ અપાતો અને પૈસા ની માંગ કરતા પૈસા પણ મોકલતા અને પૈસા ના બારા મા મારીને કાઢી મૂકતા હતા. જયારે પરણીતા ની માતા એ દીકરી ના મોત માટે સાસુ, સસરા, જેઠ, દેર ને જવાબદાર ઠેરવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!