તમને પાકકુ નહી ખબર હોય ગુજરાત નો સ્ટાર બોલર બુમરાહ ગુજરાતી છે ! એક સમયે શુઝ ખરીદવાના રુપીઆ ન હતા આજે આટલા કરોડ નો માલીક…
આજે આપણે જસપ્રીત બુમરાહ વિશે જાણીશું. ભાગ્યે જ લોકો જાણતાં હશે કે, જસપ્રીત બુમરાહ ગુજરાતી છે. ચાલો અને આપને જસપ્રીતની કારકિર્દી વિશે જણાવીએ. જસપ્રીતનું જીવન ખૂબ જ સંઘર્ષમય રહેલું છે. જસપ્રીત પોતાનું જીવન ગીરીબી વિતાવ્યું પરંતુ પોતાની મહેનત અને ક્ષમતાના આધારે પોતાના સપના પૂરા કર્યા અને આજે ફાસ્ટ બોલર તરીકે ઓળખાય છે. આ સ્થાને પહોંચવા માટે જસપ્રિતને ઘણી પરેશાનીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
જસપ્રીતનો જન્મ 6 ડિસેમ્બર 1993નાં રોજ અમદાવાદ શહેરમાં પંજાબી પરિવારમાં થયેલો છે. બાળપણમાં જ બૂમરાહ એ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી અને પોતાનું જીવન તેમને પોતાની મા સાથે જ વિતાવ્યું. આ દરમિયાન તેમની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ હતી. તેમની પાસે એક ટી શર્ટ અને સૂઝની જોડી હતી અને તેમની પાસે નવા શૂઝ ખરીદવાનાં પણ પૈસા ન હતા.
એક વખત બૂમરાહ નાઇકી સ્ટોરમાં શૂઝ ખરીદવા ગયેલ પરંતુ તેની પાસે જૂતા ખરીદવા માટે પૈસા નહોતા. જસપ્રિત ખૂબ જ આશાભરી નજરે જૂતાં તરફ જોઈ રહ્યો હતો. ત્યારે જસપ્રીત કહ્યું હતું કે, એક દિવસ તે આ જ સૂઝ ખરીદશે અને આજે તે દિવસ છે જ્યારે તેની પાસે આવા એક નહીં પરંતુ ઘણા બધા શૂઝ છે.
આ પરથી એટલું ચોક્કસ કહી શકાય કે જો તમે આત્મવિશ્વાસ અને દ્રઢમનોબળ સાથે સપનાને પુરા કરવા મહેનત કરો છો તો તમે સફળતા જરૂર મેળવી શકો છો. જસપ્રીતની કારકિર્દી વિશે જાણીએ તો તેણે 2013-14 દરમિયાન તેને ડેબ્યુ કર્યું હતું.19-વર્ષની વયે આઈ.પી.એલમાં ડેબ્યુ કર્યું અને તે વખતે રોયલ ચેલનજર્સમાં હતો તેમજ 11 ડિસેમ્બર 2020 ના રોજ, તેણે ઓસ્ટ્રેલિયામાં અડધી સદી ફટકારી હતી.
વર્ષ 2016માં વેસ્ટ ઇન્ડિઝ સામેની T20 શ્રેણીની બે મેચમાં, તે ડર્ક નેન્સના રેકોર્ડને વટાવીને એક કેલેન્ડર વર્ષમાં ટ્વેન્ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ (28) મેળવનાર બોલર બન્યો અને ત્યારબાદ નવેમ્બર 2017 માં, તેને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું . તેણે 5 જાન્યુઆરી 2018ના રોજ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામે ભારત માટે તેની ટેસ્ટ ડેબ્યૂ કર્યું.
જાન્યુઆરી 2022માં, 2021ની ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સ દરમિયાન , બુમરાહ ન્યૂનતમ 100 બોલ ફેંકીને લક્ષ્યનો બચાવ કરતી વખતે સૌથી ખરાબ ઇકોનોમી રેટ ધરાવતો ભારતીય બોલર બન્યો, આ બુમરાહની પ્રથમ ટેસ્ટ હતી . ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન.ફેબ્રુઆરી 2022 માં, નિયમિત વાઇસ-કેપ્ટન કેએલ રાહુલની અનુપલબ્ધતાને કારણે બુમરાહને શ્રીલંકા સામેની T20I અને ટેસ્ટ શ્રેણી માટે ભારતના વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવેલ.
માર્ચ 2022માં, બુમરાહે શ્રીલંકા સામેની બીજી ડે નાઇટ ટેસ્ટ દરમિયાન ભારતમાં તેની પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી હત તેમજ એપ્રિલ 2022માં, બુમરાહ તે વર્ષના વિઝડન પાંચ ક્રિકેટર્સ ઓફ ધ યરમાં બનેલ. ખરેખર જસપ્રીતએ પોતાના જીવનના ખૂબ જ સફળતા મેળવી છે અને આજે વૈભવશાળી જીવન જીવે છે અને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.
જસપ્રીતનાં અંગત જીવનની વાત કરીએ તો તા.15 માર્ચ 2021 ના રોજ, તેણે સ્ટાર સ્પોર્ટ્સ ટીવી હોસ્ટ સંજના ગણેશન સાથે લગ્ન કર્યા અને પારિવારિક જીવન શરૂ કર્યું અને હાલના પોતાનું સુખી લગ્ન જીવન પસાર કરી રહ્યો છે તેમજ સોશીયલ મીડિયામાં બૂમરાહમાં ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના દર્શકો સાથે જોડાયેલ રહે છે.