ખુબ ઓછા લોકો જાણે છે કે ભારત નો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ગુજરતી છે ! ગુજરાતના આ શહેર થી છે અને તેના પિતા…
સ્પોર્ટસમાં ક્રિકેટર તરીકે અનેક ગુજરાતીઓ મહત્વનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે આજે અમે આપને જણાવશું કે ખુબ ઓછા લોકો જાણે છે કે ભારત નો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ગુજરતી છે ! આજે અમે તેમના જીવન વિશે જોડાયેલ તમામ કહાની જણાવીએ કે, આખરે કંઈ રીતે તેમને જીવનમાં સફળતા મેળવી.
માત્ર 5 વર્ષની ઉંમરે જ્યારે તેના પિતાનો પડછાયો તેની પાસેથી છીનવાઈ ગયો ત્યારે તેની સાથે શું થયું હશે તેની કલ્પના કરો. અને, તે પછી તેની માતાએ તેને સફળ ક્રિકેટર બનાવવા માટે અનેકગણી મહેનત કરી છે.ગુજરાતના અમદાવાદમાં સ્થાયી થયેલા પંજાબી પરિવારમાં જન્મેલા ક્રિકેટર જસપ્રીત બુમરાહ ની, જે બેશક આજે ટીમ ઈન્ડિયા નો સ્ટાર બોલર છે,પણ તેનો ભૂતકાળ મુશ્કેલીઓથી ભરેલો હતો.
બુમરાહને સંઘર્ષના દિવસોથી લઈને સફળતાની સીડીઓ સુધી પહોંચાડવામાં તેની માતા દલજીત બુમરાહનો મોટો ફાળો છે. દલજીત બુમરાહ વ્યવસાયે એક શિક્ષક છે, જે અમદાવાદમાં જ ભણાવતો હતો. બુમરાહે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ વર્ષ 2013માં વિદર્ભ સામે કર્યું હતું. બુમરાહની ઓળખ તેના વિચિત્ર એક્શન અને યોર્કરના કારણે ક્રિકેટ જગતમાં સ્થાપિત થઈ હતી. ગુજરાત માટે, તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામે વર્ષ 2012-13માં ટી20માં પ્રવેશ કર્યો હતો.
પરંતુ તેના માટે મોટી તક વર્ષ 2015-16માં આવી, જ્યારે તેને ઈજાગ્રસ્ત મોહમ્મદ શમીની જગ્યાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો.ઓગસ્ટ 2016 માં, બુમરાહ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 48 વિકેટ મેળવનાર બોલર બન્યો.
આ સાથે બુમરાહ એક જ કેલેન્ડર વર્ષમાં દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ એશિયન બોલર બન્યો હતો. બુમરાહે ચાલુ વર્ષે માર્ચ માસમાં સ્પોર્ટ્સ એંકર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા. ભારતીય ટીમ એ વખતે ઇંગ્લેન્ડ સામે સિરીઝ રમવામાં વ્યસ્ત હતી.આમ પણ કહેવાય છે ને કે, જીવનમાં સફળતાનાં શિખરો અવશ્ય સર કરી શકાય છે, જો તમારો આત્માવિશ્વાસ દ્ર્ઢ હોય.