Gujarat

અંબાજી પ્રસાદના ઘીમાં ભેળસેળ કરનાર આરોપી જતીન શાહે જીવન ટૂંકાવી લીધું, આત્મહત્યાનું કારણ હજુ પણ….જાણો વિગતે

હાલમાં જ અંબાજી ખાતે અતિ ભવ્ય મેળાનું આયોજન થયેલ હતું અને અંબાજી ના સાનિધ્યમાં મોહનથાળ નો પ્રસાદ ધરવામાં આવે છે. જેથી સૌ શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ મળી રહે એ માટે ખાસ આયોજન કરવામાં આવેલું પણ આ મહા પ્રસાદ બનાવવામાં પણ મોટું કૌભાંડ રચાયું.

મીડિયા દ્વારા જાણવા મળ્યું કે, પ્રસાદની માંગ ને પહોંચી વળવા માટે એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હતો. જે  ઘીના સમ્પેલ ફેઈલ થતાં આ મામલો બહાર આવેલો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, નિલકંઠ ટ્રેડર્સએ એજેન્સીને નકલી ઘી આપેલું. આ કારણે જતિન શાહ પર કાર્યવાહી ચાલી રહી હતી.

હાલમાં જ આ સમગ્ર બનાવમાં એક દુઃખદ અને ચોંકાવનારી ખબર સામે આવી છે કે, નિલકંઠ ટ્રેડર્સના માલિક જતિન શાહએ પોતાના જ ઘરે આપઘાત કર્યો છે. આ પહેલા જ જતિન શાહની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલાયું હતું. જેથી અંબાજી પ્રસાદ મામલે જતિન શાહની પોલીસે ધરપકડ કરી હતી.

હાલમાં તેમના પર કાર્યવાહી ચાલુ હતી ત્યારે અચાનક જ તેમને પોતાનું જીવન ટૂંકાવી લીધું. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ વેપાર ધંધાના કારણે તેણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જે સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!