Gujarat

જવાન શહીદ થતા, પાર્થિવ દેહને માદરે વતન લઈને આવતા ગામ આખું હિબકે ચઢયું હતું. આવી રીતે આપી અંતિમ વિદાય…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક યુવાનો પોતાના પરિવારને છોડીને દેશની સરહદ પર રક્ષા કરવા તૈનાત રહે છે. ત્યારે અનેક જવાનો શહીદી ને વ્હોરે છે. હાલમાં જ એક જવાન શહીદ થતા તેમના માદરે વતનમાં દેશ ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આ વીર જવાનને અનોખી રીતે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ચાલો અમે આ ઘટના વિશે વધુ માહિતગાર કરીએ.

બનાસકાંઠાના વડગામ તાલુકાના છનિયાણા ગામનો જવાન પંજાબના પઠાણકોટમાં શહીદ થતાં પાર્થિવ દેહ સાંલલલ માદરે વતન લાવવામાં આવ્યો હતો. છનિયાણાના રમેશભાઈ ચેલાભાઈ રબારીમાં ભોમની રક્ષા કાજે સેનામાં જોડાયા હતા. શહીદ થતા આખું ગામ દેશ ભક્તિના રંગે અને આંખમાં આંસુઓ વહી ગયા હતાં

આ જવાન વિશે જાણીએ તો વડગામ તાલુકાના છનિયાણા ગામના રમેશભાઈ ચેલાભાઈ રબારી કે જેઓ વર્ષ 2019માં ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા ત્યારબાદ તેઓ બેંગ્લોર ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ પોસ્ટિંગ પંજાબના પઠાણકોટ ખાતે થયું હતું. થોડાક દિવસ પહેલા તેઓ વતન ખાતે આવ્યા હતા અને પાંચ દિવસ અગાઉ જવાન પોતાની પોસ્ટિંગ ફરજ પંજાબના પઠાણકોટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં બુધવારે તેઓ શહીદ થતા તેમના પરિવારજનો સહિત દેશભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

છનિયાણાના રમેશભાઇ રબારી ચાલુ મહિનામાં રજા પર આવ્યા હતા અને 16મીએ ગામમાં ચેહર માંની રમેલ કરાઈ હતી અને 19મીએ જવાન પોતાની ફરજ પર ગયો હતો અને ત્યાં શહીદ થયો હતો.જવાને બેંગ્લોર ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ પોસ્ટિંગ પંજાબના પઠાણકોટ ખાતે ફરજ પર જોડાયા હતા. જોકે, જવાન થોડા દિવસ પહેલા વતન છનિયાણા આવ્યો હતો અને પાંચ દિવસ અગાઉ જ જવાન પોતાની પોસ્ટિંગ ફરજ પંજાબના પઠાણકોટ ખાતે પહોંચ્યો હતો અને બુધવારે જવાન શહીદ થયો હતો.

આ વીર જવાન અમર શહીદ થઈ જતા, તમામ ગામના લોકો તેમની અંતિમ વિદાયમાં જોડાયા હતા. જવાનને વિદાય આપતા જ દરેક ગામ લોકોની આંખમાં ખુશી અને ગમનાં આંસુઓ વહી ગયા હતા. ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી હતી. જ્યારે એક જવાન શહીદ થાય છે, ત્યારે આખુ ગામ જાણે શોકમગ્ન બની ગયું હતું. ખૂબ જ નાની વયે વિદાય લેતા આ જવાંન પરિવારમાં દુઃખ વાતાવરણ છવાઈ ગયેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!