પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયા કિશોરી ના લગ્ન ની વાત પર જયા કિશોરી એ કરી ચોંકાવનારી વાત ! કહ્યુ કે આ વાત મા…
એક તરફ બાબા બાગેશ્વર ગુજરાતના પ્રવાસે છે, ત્યારે બીજી તરફ તેમના લગ્નની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. થોડા સમય પહેલા જ અફવા ફેલાણી હતી કે કથાકાર જયા કિશોરીજી અને ધીરેન્દ્ર શાસ્ત્રીની લગ્નના પવિત્ર સંબંધે બંધાઈ રહ્યા છે. આ વાત તો વાયુવેગે પ્રસરી ગઈ. હાલમાં જ આ બનાવ અંગે જયા કિશોરીએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી અને પ્રખ્યાત કથાકાર તેમજ ભજનિક જયા કિશોરી બંને લગ્ન કરવાના છે. આવી વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, ત્યારે આ વાત પાછળ સત્ય શું રહેલું છે તે અંગે જયા કિશોરીએ એ હકીકત જણાવી હતી. ચાલો અમી આપને જણાવીએ કે આખરે આ લગ્નની ખબર પાછળ શું સત્ય છે.
તમને આ વાત સાચી છે કે ખોટી તે હજી સુધી કોઈ જાણી શક્યું નથી. જે રીતે આ વાત વાયુવેગે પ્રસરી રહી છે તે કારણે ખુદ જયા કિશોરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ વાતમાં કોઈ તથ્ય નથી. હું તો તેમને ક્યારેય મળી પણ નથી.
મને અચાનક સમાચાર મળ્યા કે મારા વિશે આવી વાતો થઈ રહી છે. સત્ય ખબર ન હોય ત્યાં સુધી લોકોએ આવી વાતો ન કરવી જોઈએ. આ બધું ખોટું છે. હું આધ્યાત્મિક સાથે જોડાયેલ છું એટલે એવું નથી કે હું લગ્ન જ નહીં કરું પણ હાલમાં તો મારા પરિવાર દ્વારા દબાણ નથી આપવામાં આવતું. હું લગ્ન કરીશ ત્યારે જાણ કરીશ.લોકોએ ખોટી વાત ન કરવી જોઈએ.
હાલમાં જયા કિશોરીનું નિવેદન પણ વાયરલ થઈ રહ્યું છે, જેથી લોકોને પણ જાણ થઈ ગઈ છે કે, લગ્નની વાત માત્ર એક અફવા હતી. લોકો બસ આ વાતને પાણીની જેમ વહાવી દિધી. બંને આધ્યાત્મિક ક્ષેત્ર જોડાયેલા છે પરંતુ બંન્ને લગ્નના તાંતણે બંધાઈ એ વાત તદ્દન ખોટી છે. હાલમાં તો ધીરેન્દ્ર શાસ્ત્રીજી ગુજરાતમાં દિવ્ય દરબાર યોજીને સનાતન ધર્મની સાથે જોડી રહ્યા છે.