Gujarat

એક ના એક દીકરો કચરો ઉપાડતી વાન નીચે કચડાયો માતા પિતા નુ હૈયાફાટ રુદન

જેતુપર મા એક કરુણ ઘટના સામે આવી છે જેમાં એક માતા પિતા એ પોતાના એક ના એક દીકરા ને ગુમાવવાનો વારો આવ્યો છે. ડોર ટુ ડોર કચરો ઉપાડતી વેન નીચે વાળક આવી જતા બાળક નુ મૃત્યુ થયુ હતુ.

જાણવા મળતી વિગતો અનુસાર જેતપુર નગપાલિકાના ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટીપરવાન ઘરની બહાર રમતા 4 વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. અને ગંભીર હાલત મા તેને હોસ્પીટલ લઈ જવામાં આવ્યો હતો જયા સારવાર દરમ્યાન તેનુ મોત થયુ હતુ. પોતાના એક ના એક દીકરા નુ મોત થતા માતા પિતા આઘાત મા સરી પડ્યા હતા અના હૈયાફાટ રુદન થયુ હતુ.

ઉત્તરપ્રદેશથી રોજીરોટી રળવા આવેલા વિકાસભાઈ રાડાના એકના એક ચાર વર્ષના પુત્ર આરવને કચડી નાખ્યો હતો, અને વેન ચાલક વેન મુકીને ફરાર થય ગયો હતો. આજુ બાજુ ના રહીશો ના જણાવ્યા મુજબ ટીપર વાહનચાલક  બેફિકરાઈથી વાહન ચલાવતો હતો અને અગાવ પણ ઘણી વખત ઠપકો આપ્યો હતો. છતા આ ઘટના બની હતી અને લોકો મા રોષ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!